ઊંઝા ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને છ માસની સાદી કેદની સજા ફટકારી

મહેસાણા
મહેસાણા

ચેકની રકમ રૂપિયા ત્રણ લાખ વ્યાજ સહિત ચુકવવાનો હુકમ: ઊંઝા તાલુકાના ઉનાવા પ્રતાપગઢ ગામના ઈસમે મહેસાણાના વ્યક્તિ વચ્ચે મિત્રતા હોઈ હાથ ઉછીના રૂપિયા ત્રણ લાખ આપ્યા હતા. જે બાદ પરત માંગતા રૂપિયા ત્રણ લાખનો ચેક આપ્યો હતો‌. ફરિયાદીએ ચેક બેંકમાં ભરતા ચેક રિટર્ન થયો હતો. જેથી ફરિયાદીએ ઊંઝા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ઊંઝાના જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં કોર્ટના જજ ડી.જે.ભાટી દ્રારા સદર ગુનામાં આરોપીને તકસીરવાન ઠેરવી છ માસની સાદી કેદની સજા અને રૂપિયા ત્રણ લાખ નવ ટકાના વ્યાજે ફરિયાદીને દિન 30 માં ચુકવવા હુકમ કર્યો છે.

વિગતો અનુસાર ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા ચૌધરી વિષ્ણુભાઈ રામસંગભાઈ સી.આર.પી.એફ. માંથી નિવૃત્ત થયેલ છે. અને ખેતીકામ કરે છે. આરોપી રહેઠાણના મકાનમાં જ અનાજ દળવાની ઘંટી રાખી અનાજ દળવાનું કામકાજ કરો છો. ફરિયાદી નિલકમલ સોસાયટીમાં ભાડે રહેતા હતા. ત્યારથી આરોપી સાથે પાડોશી હોઈ મિત્રતા બંધાયેલી અને જેથી એકબીજા વચ્ચે અવારનવાર મુલાકાતો થતી હતી. આમ, તમો આરોપીએ ફરિયાદીના મિત્ર અને જુના પાડોશી થતા હોઈ અંગત કામકાજ સારૂ ફરિયાદી પાસે જુલાઈ-૨૦૨૨ ના પ્રથમ અઠવાડીયામાં રૂપિયા ૩,૦૦,૦૦૦ઉછીનાની માંગણી કરતાં ફરિયાદીએ મિત્રતા તથા પાડોશી થતા હોઈ તમો આરોપીની વાત અને વચન ઉપર વિશ્વાસ રાખી, મદદ કરવાના આશયથી જુલાઈ-૨૦૨૨ માં રૂપિયા ૩,૦૦,૦૦૦ હાથ ઉછીના પેટે આપેલા. જે આરોપીએ છ માસમાં પરત કરવાની ખાત્રી અને ભરોસો આપી રોકડા ગણી લીધેલા. ત્યારબાદ છ માસનો સમયગાળો પૂરો થવા છતાં તમો આરોપીએ ફરિયાદીની હાથ ઉછીની રકમ પરત ચુકવી નહીં આપતાં બાદમાં રૂપિયા ત્રણ લાખનો ચેક આપ્યો હતો. ચેક રિટર્ન થતાં ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ ઊંઝાના ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ ડી.જે.ભાટીની કોર્ટમાં ચાલી જતાં સદર ગુનાનાં આરોપી પટેલ હસમુખભાઈ બાબુભાઈ રહે. ૬૧, કે.નગર સોસાયટી, માનવ આશ્રમ ચાર રસ્તા, મું. તા.જી.મહેસાણાવાળાઓને કિમીનલ પ્રોસીઝર કોડની કલમ રપપ(ર) મુજબ ધી નેગોશીએબલમાં તકસીરવાન ઠરાવી અને આરોપીને ૬ માસની સાદી કેદની સજા કરવામાં આવે છે. તથા આરોપીએ ચેકની રકમ પેટે રૂપિયા ત્રણ લાખ પુરા રકમ આપ્યા તારીખથી વસુલ થતાં સુધી વાર્ષિક ૯ ટકાના વ્યાજ સહીત વળતર તરીકે ફરીયાદીને દિન ૩૦ માં ચુકવી આપવા હુકમ કરેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.