સાબરકાંઠા : ફાયરીંગના ગુનામાં બે વર્ષથી ભાગતો ફરતો આરોપી ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના ખેરોજ અને હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં NDPS અને ફાયરીંગના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને બી ડીવીઝન પોલીસ હિંમતનગરમાંથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી મળેલ માહિતી મુજબ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં NDPS ના ગુનામાં અને ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફાયરીંગના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો રાજસ્થાનના ઉદેપુર જીલ્લાના કોટડા તાલુકાના કોટડા છાવણીમાં પંચાયત સમિતિ પાસે રહેતો મો.શોએબખાન અબ્દુલહફીસ ખાન ઉર્ફે ચિકુલાલા પઠાણને બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગ માં હતી દરમિયાન બાતમી આધારે બે વર્ષથી બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં NDPS અને ફાયરીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે ઉભા રહેલા મો.શોએબખાન અબ્દુલહફીસ ખાન ઉર્ફે ચિકુલાલા પઠાણને ઝડપી લઈને બી ડીવીઝન પોલીસે NDPS ના ગુનામાં અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.