સુઝુકી કંપનીએ આખું વિશ્વ છોડીને બાયો સીએનજી માટે બનાસકાંઠામાં રસ દાખવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસ ડેરીના સહયોગથી 250 કરોડના ખર્ચે પાંચ પ્લાન્ટ સ્થપાશે, જાપાનની કંપનીના ચેરમેન,વા.ચેરમેન અને ટીમે બનાસ ડેરી અને સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી: વર્લ્ડ વાઇડ જાયન્ટ કંપની સુઝુકી મોટર કંપનીએ પોતાના ભાવિ બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસકાંઠા જિલ્લાની પસંદગી કરી રૂપિયા 250 કરોડના ખર્ચે બનાસ ડેરી અને એનડીડીબી સહયોગથી જિલ્લામાં પાંચ બાયો સીએનજીના પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. આજે કંપનીના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની ટીમે બનાસ ડેરી તેમજ ડેરી સંચાલિત બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી હતી.અને એમઓયુ કર્યા હતા.

એશિયાની સૌથી મોટી ડેરી  બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવાની દિશામાં એક મહત્ત્વનું કદમ ભર્યું છે. પશુઓના છાણમાંથી બાયો સીએનજી તૈયાર કરીને વાહનો દોડતા થાય અને એની ગૌણ પેદાશમાંથી ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય એ દિશામાં આગળ વધવા બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે. સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં પાંચ સીએનજી પ્લાન્ટ સહ સ્ટેશનો ઊભા કરવા રૂ.૨૫૦ કરોડથી વધુનું રોકાણ કરશે. ઉપરાંત સાથે સાથે કેટલીક ટેકનોલોજી પણ પૂરી પાડશે.

પશુપાલકોના પશુઓના છાણ, મૂત્રમાંથી એક સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાના હેતુથી ૨૦૧૯ માં બનાસ ડેરીએ ડીસા તાલુકાના દામા ગામ ખાતે પાયલોટ પ્રોજેક્ટ સ્થાપી બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો હતો.આ પ્રોજેક્ટથી પ્રેરાઇને જાપાનની જાણીતી મોટરકાર કંપની સુઝુકી કંપનીએ વિશેષ રસ દાખવી વધુ ચાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા બનાસ ડેરી સાથે કરાર કર્યા હતા. હવે આ પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે અને દૈનિક પાંચ લાખની ક્ષમતા સાથેના કુલ પાંચ સીએનજી પ્લાન્ટ્સ સાથે ફિલિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે. જે ૨૦૨૫ સુધીમાં કાર્યરત થશે. જિલ્લામાં હયાત પ્લાન્ટ ઉપરાંત ધાનેરા, વડગામ, દીયોદર અને ડીસા ખાતે સ્થપાશે. પ્લાન્ટ માટે બનાસ ડેરી દ્વારા જમીન ફાળવવામાં આવશે જ્યારે પ્લાન્ટ અને સ્ટેશન તેમજ અન્ય ટેક્નોલોજીકલ મળી રૂ.૨૫૦ કરોડથી વધુનું રોકાણ સુઝુકી કંપની દ્વારા થશે.

આજે શુક્રવારે સુઝુકી કંપની, જાપાનના પ્રમુખ તોશીહીરો શાન સુઝુકી, આયુકાવા શાન, વાઇસ ચેરમેન, સુઝુકી ગ્રુપ, ⁠ટોયો ફૂંકું શાન, ડાયરેક્ટર, સુઝુકી ઇન્ડિયા સુઝુકી સહિત કંપનીના અધિકારીઓ બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા . આ મુલાકાત દરમિયાન તોશીહીરો સુઝુકીએ ટિમ સાથે બનાસ ડેરી ઉપરાંત દામા ખાતે આવેલા બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી હતી.

ગોબરમાંથી ગોબર ધનનો પ્રોજેકટ : શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સસ્ટેનેબલ ગોલથી બનાસ ડેરીને મળેલી રાહ ઉપર ચાલી બનાસ ડેરી  ગોબરમાંથી ગોબરધનના પ્રોજેક્ટ થકી જિલ્લામાં સ્વચ્છ ઈંધણ અને જૈવિક ખાતરોનું ઉત્પાદન કરી સર્ક્યુલર ઈકોનોમી પ્રસ્થાપિત કરવા માટે આગળ વધી રહી છે. જેમાં દૈનિક પાંચ લાખ કિલો ગોબર પશુપાલકો પાસેથી ખરીદવામાં આવશે અને પાંચ લાખ રૂપિયા પશુપાલકોને ચૂકવવામાં આવશે. ડેરી દ્વારા  બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દામા ગામે શરૂઆતના પ્રાયોગિક પ્લાન્ટની સફળતા પછી સુઝુકી કંપનીના સહયોગથી વધારેમાં વધારે બાયોગેસ પ્લાન્ટ્સની જિલ્લામાં સ્થાપના કરાશે.”

વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડીઝાઇન તૈયાર કરાશે : તોશીહીરો શાન સુઝુકી આ અંગે સુઝુકી કંપનીના ચેરમેન તોશીહીરો શાન સુઝુકીએ જણાવ્યું હતું કે, “અમારી કંપનીએ બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી છે. સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન ઇન્ડિયા, એનડીડીબી અને બનાસ ડેરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજીમાં તકનીકી સંશોધન માટે જાપાનની ટોયોહાષિ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડિઝાઈન તૈયાર કરાશે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.