અંબાજી આબુરોડ માર્ગ પર ટ્રક ને સર્જાયો અકસ્માત, ટ્રક ના સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા ટ્રક નદી મા ખાબક્યો
બનાસકાંઠા જિલ્લા નો દાંતા તાલુકો મોટા ભાગે પહાડી અને વળાંક વાળો વિસ્તાર છે. દાંતા તાલુકામાં અનેકો બેફામ વાહન ચાલકો ના લીધે ઘણી વાર અકસ્માતો સર્જાતા હોય છે. તો સાથે સાથે આ વિસ્તાર વળાંક અને પહાડી હોવાના કારણે પણ અમુક વાર અકસ્માતો સર્જાતા હોય છે. યાત્રાધામ અંબાજી આવવા અને જવા ના તમામ માર્ગો પણ પહાડી વિસ્તાર છે. ત્યારે અમુક વાર વાહન ના બ્રેક ફેલ પણ થતા હોય છે ત્યારે અમુક વાહનો ઓવરલોડ ભરેલા હોય છે જેના કારણે પણ અકસ્માતો સર્જાય છે. અંબાજી થી આબુરોડ હાઈવે માર્ગ પર એક ટ્રક ને અકસ્માત સર્જાયો હતો.
અંબાજી આબુરોડ વચ્ચે ટ્રક નદીમાં ખાબક્યો હતો. સુરપગલા પાસે નદીમાં ટ્રક ને અકસ્માત સર્જાયો હતો અને પલ્ટી મારી હતી. સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા ટ્રક નુ અકસ્માત સર્જાયો હતો. અગાઊ આ જગ્યાએ એસટી બસ પણ નદીમાં ખાબકી હતી. ટ્રક નો અકસ્માત સર્જાતા ડ્રાઇવર નો આબાદ બચાવ થયો હતો. આ ટ્રક જોધપુર થી મુંબઈ ટ્રક જઈ રહી હતી. આ અકસ્માત મા મોટી જાનહાની ટળી હતી. ટ્રક મા પાર્સલ ના દાગીના ભરેલા હતા. અકસ્માત સર્જાતા નદી કિનારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ધટના ની જાણ આબુરોડ પોલીસ ને થતા આબુરોડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.