ઉ.ગુ.યુનિ.દ્વારા ૧૦ કોલેજાેને ડિપ્લોમા ફાયર એન્ડ સેફટી અને સેનેટરી ઈન્સ્પેક્ટરના કૉર્ષની મંજૂરી

પાટણ
પાટણ

પાટણ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા જૂન મહિનાથી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રથી ફાયર એન્ડ સેફટી અને સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ શરૂ કરવા માટે યુનિવર્સિટી સંલગ્ન ૧૦ કોલેજાેને મંજૂરી આપવામાં આવી છે.
યુનિવર્સિટી દ્વારા જૂન મહિનાથી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં વિવિધ નવીન કોલેજાેને અભ્યાસક્રમો શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હોવાનું યુનિવર્સિટી નાં રજીસ્ટારે જણાવ્યું હતું.જેમાં ઉત્તર ગુજરાતના ૫ જિલ્લાઓમાં આવેલી યુનિવર્સિટી સંલગ્ન ૧૦ જેટલી કોલેજાેને ડિપ્લોમા ફાયર સેફ્ટી અને સેનેટરી ઇન્સ્પેક્ટર નાં નવીન કોર્સ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ નવીન ડિપ્લોમા કોર્સ શરૂ થતા વિધાર્થીઓને નવીન કોર્સમાં શિક્ષણ મેળવવાનો લાભ મળશે તેમજ આ કોર્ષ રોજગાર લક્ષી હોવાથી વિદ્યાર્થીઓ કોર્સ કરીને તેમાં રોજગારીની પણ ઉજળી તકો રહેલી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
૧-૨,સમીર વિકાસ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઉજળેશ્વર તા. ધનસુરા, અરવલ્લી
૩-૪,સાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજ પોયડા તા.ધનસુરા, અરવલ્લી,
૫-૬,રાજપુત કેળવણી મંડળ કોલેજ, વિજયનગર જી. સાબરકાંઠા,
૭-૮,નવચેતન કેળવણી ટ્રસ્ટ કોલેજ, આંબલીયારા તા્‌બાયડ,જી.અરવલ્લી
૯-૧૦,શામળાજી કેળવણી મંડળ કોલેજ, શામળાજી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.