પાટણમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ

પાટણ
પાટણ 76

રખેવાળ ન્યુઝ પાટણ : પાટણ તાલુકાના રણુંજ ગામે રહેતા વિકી મોહનભાઇ પટેલને પૈસાની જરુરિયાત પડતા તેમણે અનિરુદ્ધસિંહ ભૂપતસિંહ સોલંકીને ૧ લાખ રૂપિયામાં બાકી હપ્તા ભરવાની શરતે પોતાની કાર વેંચી હતી.પરંતુ તેઓએ હપ્તા નહિ ભરતા બેન્ક દ્વારા ગાડીના હપ્તાની ઉઘરાણી કરતા વિકીએ અનિરૂધ્ધસિંહને કહ્યું હતું.જાેકે, અનિરુદ્ધસિંહે હપ્તા ભરવામાથી ઈન્કાર કરતા હપ્તા ભરવા માટે વિકીએ પટેલ સમીરભાઇ જયંતિભાઇ પાસેથી રૂ.૪૦૦૦૦ દર મહિને રૂ.૬૦૦૦ વ્યાજ પેટે લીધેલા હતા. ત્યાર બાદ સુનીલ રતુજી ઠાકોર પાસેથી રૂ.૪૨૦૦૦ દર અઠવાડીયે રૂ.૧૫૦૦૦ વ્યાજ પેટે લીધેલ હતા. આ પૈસાની ઉઘરાણી માટે વ્યાજખોરો તરફથી ધમકીઓ મળતી હોવાથી વિકી પટેલે ૧૭ તારીખે અંબાપુરા પાટિયા પાસે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.તેમના નિવેદનના આધારે પોલીસે અનિરુદ્ધસિંહ ભૂપતસિંહ સોલંકી, સમીર પટેલ અને સુનિલ રતુજી ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.