
પાટણ યુનિવર્સિટીના પ્રોફેસરની ડો.એ.પી.જે અબ્દુલ કલામ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ગણિત ક્ષેત્રે વિશેષ સંશોધનમાં રસરૂચિ ધરાવનાર પ્રો.ડો.મહેન્દ્ર પ્રજાપતિને ગણિત વિષય માટે મેથેમેટિકલ મોડલિંગ વિષય ઉપર શ્રેષ્ઠ રિસર્ચ પેપર પ્રકાશિત કરવા બદલ નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર સોસિયો ઇકોનોમિક્સ ડેવલોપમેન્ટ સંસ્થા દ્વારા ડો.એ.પી.જે અબ્દુલ કલામ લાઈફટાઈમ એચિવમેન્ટ નેશનલ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.ત્યારે આગામી ફેબ્રુઆરી માસમાં તેમને બેંગ્લોર ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવશેઆમ તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા પેપર અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓ માટે ઘણા ઉપયોગી બન્યા છે.ત્યારે તેમને મેથેમેટિકલ મોડલિંગ વિષય ઉપર રીસર્ચ પેપર તૈયાર કરી પ્રકાશિત કર્યું હતું.આ પેપર વિદ્યાર્થીઓ માટે ઉપયોગી હોવાથી એક પુસ્તકના અભ્યાસક્રમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.