પાટણમાં સરસ્વતી નદીના કાંઠે 120 ફૂટ લાંબો સરસ્વતી ઘાટ બનશે, જે આવનારા બે વર્ષમાં તૈયાર કરવાનું આયોજન કરાયુ

પાટણ
પાટણ

પાટણમાં સરસ્વતી નદીના કાંઠે નિર્માણ થયેલ સહસ્ત્ર તરુવનમાં સરસ્વતીના ઉપાસકો દ્વારા સરસ્વતી ઘાટ બનાવવા માટે આજે ભૂમિપૂજન કરવામાં આવનાર છે. પાટણ સરસ્વતી નદીના કાંઠે મિશન ગ્રીન ટીમ દ્વારા પર્યાવરણની જાળવણી માટે એક કિલોમીટર લાંબા નદીના પટમાં વૃક્ષોની હરિયાળી ઊભી કરી નયનરમ્ય સહસ્ત્ર તરૂવન બનાવી અંદર નેપાળના પશુપતિનાથ પ્રતિકૃતિ સમાન આનંદેશ્વર મહાદેવનું મંદિર બનતાં શહેરમાં તરુવન સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આ સ્થળ વધુ રમણીય બને અને પર્યાવરણની જાળવણી થાય તેવા હેતુથીમાં સરસ્વતીની વંદના માટે નદીકાંઠે સહસ્ત્ર તરુવનમાં બનેલા વનમાં આર્યવ્રત નિર્માણ અને ઉપાસકોએ સાથે મળી સરસ્વતીના મંદિર સાથે 120 ફૂટથી લાંબો સરસ્વતી ઘાટ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. આમ ઘાટ બનાવવા માટેના આરંભ કાર્ય અનુસંધાને 5 સપ્ટેમ્બર પાટણના પૂર્વ અને વર્તમાન બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલ સહિત પ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવે સહિત પર્યાવરણ અને સરસ્વતીના પ્રેમીઓની ઉપસ્થિત રહી ભૂમિપૂજન કરનાર છે. આ સ્થળ પાટણની શોભામાં વધારો કરશે. અંદાજે બે વર્ષમાં આ ઘાટનું કામ પૂર્ણ થાય તેવો પ્રયાસ રહેશે. સરસ્વતી માંના ઉપાસકોના સહયોગથી આ ઘાટ તૈયાર કરાનાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.