પાકિસ્તાનના ક્વેટ્ટામાં પોલીસ હેડક્વાટર્રની નજીકમા બ્લાસ્ટ થયો
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલા ક્વેટ્ટામાં ભીષણ વિસ્ફોટ થયો છે. જે વિસ્ફોટકમાં અનેક લોકો ઘવાયાની માહિતી મળી રહી છે.આ બ્લાસ્ટ એફ.સી મુસા ચેકપોઈન્ટની નજીક થયો હતો.રવિવાર સવારે થયેલા આ બ્લાસ્ટમાં 5થી વધુ લોકો ઘવાયાની માહિતી છે.ત્યારે આ વિસ્ફોટ ક્વેટા પોલીસ હેડક્વાટર્રની નજીકમાં સુરક્ષિત વિસ્તારમાં થયો હતો.જ્યાં આ વિસ્ફોટ થયો ત્યાંથી ક્વેટા કેન્ટોનમેન્ટનો ગેટ થોડાક અંતરે આવેલો હતો.આ દરમિયાન બચાવ અભિયાનનું નેતૃત્વ કરી રહેલા એદહી વર્કર ઝીશાન અહેમદે કહ્યુ હતું કે ઘાયલોને સારવારઅર્થે પાકિસ્તાનની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ સિવાય પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.