દેશમાં ત્રિશૂળ અને તલવારની નહી પણ બાબાસાહેબના સંવિધાનની જરૂર : જીગ્નેશ મેવાણી

ચૂંટણી 2022
ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા ચરણના મતદાન માટેના ચુંટણી પ્રચારમાં ડીસા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સંજય ગોવાભાઈ રબારીના સમર્થનમાં જન આશીર્વાદ સભા કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં ઝેરડા ખાતે યોજાઇ હતી. આજુબાજુના ગામોમાંથી ઊમટી પડેલા વિશાળ જનમેદની હાજરીમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ ડીસા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈને જીતાડવા માટે આહવાન કર્યું હતું ત્યારે જીગ્નેશ મેવાણીએ પણ ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ભાજપ વાળાઓ કહે છે કે કોંગ્રેસે શું કર્યું ત્યારે કહેવું છે કે વડાપ્રધાન બનેલા નરેન્દ્રભાઈ મોદીએ પણ જે વડનગરની શાળામાં ભણ્યા છે તે કોંગ્રેસ બનાવી છે. દાંતીવાડા સીપુ અને ધરોઈ ડેમ પણ કોંગ્રેસે બનાવ્યા છે. સ્વતંત્રતાનો પાયો કોંગ્રેસે જ નાખ્યો હતો. તમારા બાળકો શાળાએ ભણવા જાય છે ત્યારે બપોરે મળતા મધ્યાન ભોજનની યોજના પણ માધવસિંહ સોલંકીની સરકાર વખતે શરૂ થઈ હતી. અત્યારનુ ૭૦ ટકા જેટલી યોજનાઓ અને ઇન્ફાસટચર કોંગ્રેસના સરકાર વખતની છે. ભાજપ સરકારે તો માત્ર મોટી મોટી વાતો કરી છે. બીએસએનએલ હોય કે એરપોર્ટ હોય કે રેલવે હોય કે પછી અન્ય કોઈ બધી જ કંપનીઓ ભાજપ સરકાર વેચી રહી છે. ૧૬ કરોડ લોકોને રોજગારી આપવાની વાતો કરતી ભાજપ સરકારમાં ૧૬ લાખ લોકોને પણ રોજગારી આપી નથી. ઉલટુ મોંધવારી અને બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. જેના કારણે તેમના શાસનમાં ૫૦ કરોડ લોકોની રોજગારી છીનવાઈ છે ત્યારે જાે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા આવશે તો ૧૦ લાખ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવશે ત્યારે ભાજપ સરકારમાં યુવાનોનું કોઈ ભવિષ્ય દેખાતું નથી જેથી કોંગ્રેસને સત્તામાં લાવવા માટે આપ સૌને વિનંતી કરું છું જાે ફરી પાછી ભાજપ લાઈ તો બાટલાના ૧૧૦૦ ના બદલે ૨૦૦૦ થશે અને તેલના ડબ્બાના ૩૦૦૦ ના બદલે ૪૦૦૦ થી ૫૦૦૦ હજાર થશે ત્યારે કાળી ચૌદશનું આપણે કકળાટ કાઢીએ છીએ તેમ ૨૦૨૨ માં ભાજપનો કકળાટ પણ કાઢીએ. આ દેશના યુવાનોને ત્રિશુલ અને તલવારની જરૂર નથી બાબા સાહેબ આંબેડકરના બંધારણના સંવિધાન અને કલમની જરૂર છે ત્યારે આ ડીસાની ધરતી પર આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે ૨૦૨૨ માં કોંગ્રેસ તરફથી મતદાન કરી જંગી બહુમતીથી જીતાડશો.

ડીસા વિધાનસભામાં કોંગ્રેસ તરફી વિવિધ સમાજનું સમર્થન મળી રહ્યું છે : સંજય રબારી
આ અંગે ડીસા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ રબારીએ વિજયના વિશ્વાસ સાથે કહ્યું હતું કે ડીસા ક્ષેત્રમાં કોંગ્રેસ તરફથી વિવિધ સમાજનું પણ સમર્થન મળી રહ્યું છે ત્યારે આપ સૌ મતદારો ભવ્ય વિજય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ધારાસભ્યોના સંગઠનથી પાંચે જિલ્લાઓમાં પાણીની સમસ્યા હલ કરાશે
આ અંગે જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો ઉત્તર ગુજરાતના ચૂંટાયેલા તમામ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે પાણીની સમસ્યા દૂર થશે તેની પ્રાથમિકતા આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.