ડીસામાં ભાજપનો ભવ્ય રોડ શો યોજાયો મોટી સંખ્યામાં બાઈક અને કારનો કાફલો જોડાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કાર્ય શરૂ કરાયું છે. જેમાં આજે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીનો ડીસામાં ભવ્ય રોડ શૉ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બાઈક અને કારનો કાફલો જોડાયો હતો.

લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાના મતદાનમાં બનાસકાંઠા લોકસભા બેઠક માટે 7 મેના દિવસે મતદાન થવાનું છે. ત્યારે ઉમેદવારોએ પ્રચાર કાર્ય આક્રમક રીતે શરૂ કરી દીધું છે. જેમાં બે દિવસ અગાઉ જ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયા બાદ આજે ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીનો પણ રોડ યોજાયો હતો. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીસા એરોદ્રામ ખાતે જાહેર સભા યોજવાની હોઇ જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે હેતુથી જ આજે ડીસામાં ભાજપ દ્વારા રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં બાઈક અને કારનો કાફલો જોડાયો હતો.

ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીએ ડીસા એરપોર્ટ ચાર રસ્તા પાસે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પ્રારંભ કર્યા હતા. રોડ શોમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય પ્રવીણ માળી, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડીયા, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, વેરહાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડીયા સહિત ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉમેદવારે ખુલ્લી જીપમાં ડીસા શહેરમાં ફરી વડાપ્રધાનની સભામાં હાજરી આપવા તેમજ 7 તારીખે ભાજપ તરફી મતદાન કરવા ખાસ અપીલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.