બનાસકાંઠામાં ધારાસભ્ય બનવા નીકળેલા ૫૫ મુરતીયાઓની ડિપોઝીટ ડૂલ

ચૂંટણી 2022
ચૂંટણી 2022

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, સરહદી બનાસકાંઠા જિલ્લાની ૦૯ વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણી માં વિવિધ રાજકીય પક્ષો સહિત અપક્ષોના મળી ૭૫ મુરતીયાઓએ ધારાસભ્ય બનવા ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગ ખેલ્યો હતો. જોકે, ચૂંટણી પરિણામને પગલે ૭૫ માંથી ૫૫ ઉમેદવારોની તો ડિપોઝીટ પણ ડૂલ થઈ ગઈ છે.

સરહદી બનાસકાંઠા જિલ્લાની ૦૯ વિધાનસભા સીટની ચૂંટણીમાં પ્રજાએ સરખો ન્યાય તોળતા ભાજપ અને કોંગ્રેસને ફિફટી-ફિફટી સીટ એટલે કે ૪-૪ સીટો પર વિજયી બનાવ્યા છે. જ્યારે ધાનેરાની એકમાત્ર સીટ પર અપક્ષ ઉમેદવાર ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા છે. જોકે, ૦૯ બેઠક પર ધારાસભ્યબનવાના અરમાનો સાથે ભાગ્ય અજમાવનાર ૭૫ ઉમેદવારો પૈકી ૫૫ ઉમેદવારોને કુલ મળેલ મતો માંથી ૧૬.૬૬ ટકા મત મેળવવામાં અસમર્થ રહેતા તેમની ડિપોઝીટ ડુલ થઇ છે.

જેમાં થરાદ બેઠક પર ૧૨, ધાનેરામાં ૦૫, કાંકરેજ ૦૫, દિયોદર ૦૩, પાલનપુર ૦૩, વડગામ ૦૯, દાંતા ૦૨, વાવ ૦૪ અને ડીસામાં ૦૮ મળી ૫૫ ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઇ છે. જોકે ડીસામાં અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર વધુ મત મેળવી અને ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈ જીત મેળવીને પોતાની ડિપોઝીટ બચાવી લેવામાં સફળ રહ્યા છે. જ્યારે કેટલીક બેઠકો પર આપ અને અપક્ષ ઉમેદવારોને નિર્ધારિત કરેલા મતો ન મળતા તેમની ડિપોઝીટ ડુલ થઈ છે. જયારે તમામ નવ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવાર પૂરતા પ્રમાણમાં વોટ પ્રાપ્ત કરીને પોતાની ડિપોઝીટ બચાવી લેવામાં સફળ રહ્યા છે.

કઈ બેઠક પર કેટલા ઉમેદવારની ડિપોઝીટ ડુલ થઈ

થરાદ           ૧૨
ધાનેરા         ૦૫
કાંકરેજ        ૦૫
દિયોદર       ૦૩
પાલનપુર     ૦૭
વડગામ       ૦૯
દાંતા            ૦૨
વાવ            ૦૪
ડીસા           ૦૮
કુલ              ૫૫

બે અપક્ષ ઉમેદવારે ડિપોઝીટ બચાવી
ડીસા વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર ૪૪૮૮૭ વોટ મેળવતા તેઓ પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા છે. જયારે ધાનેરા બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈ ૩૬ હજાર ઉપરાંત ની લીડથી જીત મેળવતા તેમની પણ ડિપોઝીટ બચી જવા પામી છે. બાકીની બેઠકો પર મોટાભાગના અપક્ષ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.