ડીસા વિધાનસભામાં ભાજપની ઐતિહાસિક ૪૧,૪૦૩ મતની લીડથી જીત

ચૂંટણી 2022
ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સર્વત્ર કેસરિયો લહેરાયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની ડીસા વિધાનસભામાં પણ ભાજપે ૪૧,૪૦૩ ની ઐતિહાસિક લીડથી વિજય મેળવ્યો છે.ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીની જંગી બહુમતીથી વિજેતા થતા તેમનું ભવ્યતિભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. ડીસા વિધાનસભા બેઠક માટે ભાજપે પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોરધનજી માળીના પુત્ર પ્રવીણ માળીને તો કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી ડો. રમેશ પટેલ તો અપક્ષમાંથી સૌથી મોટો મતદાર સમાજ ધરાવતા લેબજી ઠાકોરે ઉમેદવારી કરી હતી. આમ ડીસા બેઠક પર ચતુષ્કોણીય જંગ જામ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીએ પોતાની ટિકિટ મળી તે દિવસે જ ૫૧ હજાર મતોની જંગી લીડથી જીતીશું તેવો દાવો કર્યો હતો. જેમાં પ્રવીણ માળીનો આ દાવો મહદંશે સાચો ઠર્યો હતો. ડીસામાં ભાજપને ૯૬,૩૭૨ જ્યારે કોંગ્રેસને ૫૪,૯૬૯ મત મળ્યા હતા.આમ ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીની ૪૧,૪૦૩ મતની સરસાઈથી જંગી જીત થઈ હતી. જ્યારે અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોરે પણ ૪૪ હજાર મત મેળવી રાજકીય પક્ષોને પડકાર ફેંક્યો હતો. ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીનો જંગી બહુમતીથી વિજય થતા તેઓ મત ગણતરી સ્થળ પાલનપુરથી ડીસા આવતા ઠેર ઠેર તેઓનું ભવ્યાતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યારે ડીસામાં તેઓનું ભવ્ય વિશાળ વિજય સરઘસ નીકળ્યું હતું. ભાજપ કાર્યકરોએ ઠેર ઠેર તેઓનું અભિવાદન કરી “ભારત માતાકી જય” અને “પ્રવીણભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે” ના નારાથી વાતાવરણ ગુંજવી દીધું હતું. જ્યારે ઉત્સાહી કાર્યકરોએ જેસીબીના પાવડા ઉપર ચઢી પ્રવીણ માળીનું અભિવાદન કર્યું હતું. પોતાની જીત બાદ પ્રવીણ માળીએ સમગ્ર ડીસા વિધાનસભાની જનતાને પોતાને જંગી બહુમતીથી જીતાડવા બદલ આભાર માની આ વિસ્તારમાં ભાજપના વિકાસ કાર્યોને સદંતર પ્રગતિની દિશામાં લઈ જઈ ડીસાને પાણીદાર બનાવી તેમજ બટાકા ક્ષેત્રમાં વૈશ્વિક ઓળખ આપવાનો નિર્ધાર વ્યક્ત
કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.