થરાદ બેઠક પર ભાજપના શંકરભાઈ ચૌધરીનો જંગી લીડ સાથે જવલંત વિજય

ચૂંટણી 2022
ચૂંટણી 2022

સિમાંકન પહેલાં કાૅંગ્રેસનો ગઢ ગણાતી થરાદની બેઠક છેલ્લી ત્રણ ટર્મથી ભાજપ પાસે હતી. આ બેઠક પર પાંચ વખતથી જીતતા પરબતભાઈ પટેલને લોકસભાના સાંસદ બનાવવાયા હતા. આથી બાર વર્ષના વનવાસ બાદ થરાદમાં કાૅંગ્રેસની ઘરવાપસી થતાં થરાદ વિધાનસભાની પેટા ચુંટણીમાં થરાદ વાવના પુર્વ ધારાસભ્ય હેમાજી રાજપુતના પૌત્ર ગુલાબસિંહ રાજપુતે જીતી હતી. ૨૦૨૨ માં થરાદ બેઠક પર ભાજપે પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીને મેદાનમાં ઉતારતાં ગુરુવારે ગુલાબસિંહ રાજપુત તથા બહુજન સમાજવાદી પાર્ટી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, પ્રજા વિજય પક્ષ, ગરવી ગુજરાત પાર્ટી, આમ આદમી પાર્ટી અને સાત અપક્ષ ઉમેદવારો મળીને કુલ ૧૪ વચ્ચે થયેલા મતદાનની ગણતરી યોજાઈ હતી. જેમાં ભાજપે પોતાના પરંપરાગત હરીફને ૨૬,૫૦૬ જેટલા જંગી મતોની સરસાઇથી પછાડીને બેઠક પાછી મેળવવામાં સફળતા પણ મેળવી હતી. આ બેઠક પર યુવા ધારાસભ્ય સામે સહકારી માળખાના યુવા નેતા અને રાજ્યના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી લડતા હોવાના કારણે હાઈ વૉલ્ટેજ જંગ જાેવા મળતા રાજ્યનું ૮૬.૯૧% જેટલું ઉંચુ રેકોર્ડબ્રેક મતદાન પણ થવા પામ્યું હતું. જેની વચ્ચે ગુરુવારે મતગણતરી દરમિયાન કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના મુખ્ય જંગમાં શંકરભાઈ ચૌધરી ને ૧,૧૭,૮૯૧ જ્યારે ગુલાબસિંહ રાજપૂતને ૯૧,૩૮૫ મત મળ્યા હતા. થરાદની બેઠક જીતવા માટે ચૂંટણીની જાહેરાતના ગણતરીના દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બાદમાં રાજ્યના કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ, ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર સહિતોએ સભાઓ પણ
ગજવી હતી. જાે કે ભાજપે પેટા બેઠક ગુમાવ્યા બાદ પણ કાૅંગ્રેસે પાસેથી પોતાનો છિનવાયેલો ગઢ પાછો મેળવવામાં સફળતા મેળવતાં તેની પાછળનાં હારજીતનાં કારણો પણ ચર્ચાસ્પદ બન્યાં હતાં. જેમાં કેંન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકાર અને નવી સરકાર પણ જંગી બહુમતીથી ભાજપની બનતી હોઇ શંકરભાઈ ચૌધરી જેવું પ્રતિનિધિત્વ મળે તો પ્રજાજનોનો કામો હકથી થઈ શકશે તેવો અપાયેલો વિશ્વાસ અને પીઢ સહકારી નેતા અને રાજકારણના ખેરખાં પરબતભાઈ પટેલની રાજકીય રણનીતિ પણ કારગત નીવડી હતી તેમ ષ્ઠ ચર્ચ બન્યું હતું ચર્ચાસ્પદ બન્યું હતું પાલનપુર મતગણતરી સ્થળેથી વિજેતા મુદ્રામાં શંકરભાઈ ચૌધરીનું ભારે આનંદ અને ઉલ્લાસપૂર્વક સમર્થકો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. ભાજપના કાર્યાલયમાં પરબતભાઈ પટેલ અને જિલ્લાના અગ્રણીઓ દ્વારા પણ શંકરભાઈ ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા. પાલનપુરથી થરાદ સુધી ઠેર ઠેર રસ્તામાં ભવ્ય સ્વાગત સાથે શંકરભાઈ ચૌધરી તુમ આગળ વધો હમ તુમ્હારે સાથ હૈ અને માં ભરતી તથા પાર્ટીના નારાઓ ગુંજી ઉઠ્‌યા હતા. થરાદ પહોંચ્યા બાદ ત્યાં ઉપસ્થિત સમર્થકોનું શંકરભાઈ ચૌધરી એ જાહેરા પર વ્યક્ત કર્યો હતો. શંકરભાઈ ચૌધરીના જીતના સમાચાર મળતાં જ થરાદ નગરમાં ફટાકડા ફોડી ઉજવણી પણ કરાવવામાં આવી હતી. શંકરભાઈ ચૌધરી ઢીમા શામળીયા ભગવાનના દર્શનાર્થે ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.