પ્રાંતિજના કતપુર ટોલનાકા પાસેથી : 81 હજારના વિદેશી દારુ 7.31 લાખનો મુદ્દામાલ કબજે લીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા LCB ની ટીમ લોકસભાની ચૂંટણીને લઈને પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલ બાતમી આધારે કતપુર ટોલનાકા પાસેથી XUV કારમાંથી 81 હજારના વિદેશી દારુ સાથે અમદાવાદના શખ્સને ઝડપી લઈને કાર સાથે 7.31 મુદ્દામાલ કબજે લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે સાબરકાંઠા LCBમાંથી મળેલ માહિતી મુજબ LCB ના PSI ડી.સી.પરમાર તેમની ટીમ લોકસભાની ચૂંટણીને લઈને પ્રાંતિજના મજરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, કાળા કલરની XUV મહિન્દ્રા કાર GJ-01-WM-2337માં વિદેશીદારૂનો જથ્થો ભરીને હિંમતનગરથી નીકળી ગઈ છે. જે પ્રાંતિજ થઈને ચિલોડા તરફ જવાની છે. જેને લઈને LCB સ્ટાફ સાથે પ્રાંતિજના ક્તપુર ટોલનાકા પાસે વોચમાં હતી. દરમિયાન બાતમી વાળી કાર આવતા તેને રોકતા ટોલનાકાની ડાબી બાજુ કાર ઉભી રાખી ચાલક ખુલ્લી જગ્યા તરફ ભાગવા જતા તેને ઝડપીને નામ પૂછતા હિતેન્દ્રકુમાર નટવરલાલ વ્યાસ (ઉં.વ.45, રહે.મકાન નં 150 લક્ષ્મીનગર સોસાયટી, સલમા હુન્ડાઈ શો રૂમ સામે, નેશનલ હાઈવે નં 8 નરોડા,અમદાવાદ)નો હોવાનું જણાવ્યું હતું.

આ કારમાં પાછળની સીટ વચ્ચે અને ડેકીમાંથી વિદેશી દારૂની 12 પેટીમાંથી 474 બોટલો રૂ 81,432,પકડાયેલ ચાલક પાસેથી એક મોબાઈલ રૂ 500 અને XUV કાર રૂ 6.50 લાખ મળી કૂલ રૂ 7,31,932 નો મુદામાલ કબજે લઈને પકડાયેલ ચાલકને પૂછપરછ કરતા ચાલકે જણાવ્યું હતું કે, રાજસ્થાનના વીરપુર નજીક કાર લઈને ગયેલ જ્યાં રાકેશને કાર આપી હતી. જે કારમાં થોડીવારમાં વિદેશી દારુ ભરી લાવીને આપ્યો હતો.આ વિદેશી દારૂનો છુટકમાં વેપાર છેલ્લા 3 મહિનાથી કરું છુ. જે રેલ્લાવાડા, ટીટોઈ, રાજેન્દ્રનગર, હિંમતનગર, પ્રાંતિજ થઈને અમદાવાદ જતો હતો. જેને લઈને પકડાયેલ ચાલક સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.