પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા સમાજની નારી શક્તિ માટે બીજા તબકકાનો સવૉઈકલ વેક્સિનનો ડોઝ અપાયો

પાટણ
પાટણ

પાટણ લેઉવા પાટીદાર સમાજે નારી શક્તિને સશકત કરવાનો અનેરો પ્રયાસ આદર્યો છે. સમાજની અપરિણિત દિકરીઓને ભવિષ્યમાં ગર્ભાશયનાં કેન્સરથી બચાવવા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક વેક્સીન આપીને સુરક્ષિત કરવા સમાજ દ્વારા શક્તિ વંદનાનું અભિયાન હાથ ધરાયું છે.જે અંર્તગત સમાજની સમાજનાં દાતાઓનાં સહયોગથી ૨૫ લાખથી વધુનાં ખર્ચે સમાજની ૯ થી ૧૪ વર્ષની દિકરીઓને વેક્સીનનાં બે તથા ૧૫ થી ૨૯ વર્ષની દિકરીઓને ત્રણ ડોઝ આપવા તબક્કાવાર વેક્સીનેશન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શનિવારે પાટણ સ્થિત પાટીદાર છાત્રાલય ખાતે બીજા તબક્કાનાં ડોઝ માટેનો કેમ્પ યોજયો હતો.

આ બીજા તબક્કામાનાં કેમ્પમાં સમાજની ૧૫ થી ૨૮ વર્ષની કુલ ૪૦૦ દીકરીઓને બીજા ડોઝની વેક્સિન અપાઇ હતી. રવિવારે અમદાવાદ ખાતે પણ અમદાવાદ-કલોલ-ગાંધીનગર વિસ્તાર ની કુલ ૪૦ દીકરીઓ માટે બીજા તબક્કાની વેકસીન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો ગત રવિવારે અંકલેશ્વર ખાતે પણ કેમ્પ યોજી સુરત-અંકલેશ્વર-ભરુચ રહેતી દિકરીઓને બીજા તબક્કાની વેકસીન આપીને સુરક્ષિત કરવામાં આવી હતી. તો કેમ્પ માટે આરોગ્ય વિભાગનાં સ્ટાફે સાથે સમાજનાં ડોક્ટરો તથા પેરા-મેડીકલ સ્ટાફની સેવા લેવાઇ હતી.

વેકસીન લેવા માટે આવેલ સમાજ ની દીકરીઓ માટે લીંબુ શરબતની વ્યવસ્થા સમાજની મહિલાઓ તથા યુવા કાર્યકરોએ ખડે પગે ઉભા રહી પુરી પાડી હતી. હવે ૨૫ ઓગસ્ટ, ૨૦૨૪નાં રોજ સમાજની તમામ દીકરીઓ માટે ત્રીજા તબક્કાનો અંતિમ વેકસીનેશન કેમ્પ યોજીને દીકરીઓને સર્વાઈકલ કેન્સર સામે ચિરંજીવી ભવ:નાં આશીર્વાદ સાથે વેકસિનેશન કાર્યવાહી પૂર્ણ કરવામાં આવનાર હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.