બનાસકાંઠા એલ.સી.બી એ આગથળા થી વિદેશી દારૂ ભરેલી ગાડી સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા એલસીબી પોલીસે આગથળા વિસ્તારમાંથી એક ગાડીમાંથી એક હજારથી વધુ દારૂની બોટલો ઝડપી પાડી છે. જેમાં બાતમી હકીકતના આધારે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી ગાડી ચાલક અને તેના સાથીને ઝડપી પાડી દારું ભરાવનાર અને ગુજરાત બોર્ડરમાં પ્રવેશવા માટે ફોન કરનારની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી પોલીસ સ્ટાફના આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે મહીન્દ્રા કંપનીની મરાન્જો ગાડી (નંબર GJ.18.BS.2529) માંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલ 1028 સહીત કુલ 4 લાખ 31 હજાર 572 રૂપિયાનો મુદ્દામાલ સાથે ગાડી ચાલક સુરેશસિંહ ભવરસિંહ રાવ રહે.એ/704, કેશર આઇસ, સિલ્વર હોમ્સની બાજુમાં, નવા નરોડા, અમદાવાદ (2) નવસાદ ઇમરાનભાઇ મીર રહે.1,રામેશ્વર સોસાયટી, દહેગામ ગાંધીનગરવાળાને ઝડપી પાડી તેમજ મુદામાલ ભરાવનાર બાબુસિંહ રાજપુતવાળાઓ ગાડી ગુજરાત બોર્ડરમાં પ્રવેશવા માટે ફોનથી જાણ કરનાર આરોપી સુરેશભાઇ કરશનભાઇ રાજપુત રહે. કરબુણવાળાઓ વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ આગથળા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.