અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ ભાજપનું અવિસ્મરણીય કાર્ય : યોગી

ચૂંટણી 2022
ચૂંટણી 2022

ધાનેરા શહેર ખાતે આજે હિન્દુ હૃદય સમ્રાટ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીની જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં યોગી સાથે સાધુ સંતો મહંતો ની બહોળી હાજરીમાં જય શ્રી રામ ના નાદ સાથે યોગીજીનું ભવ્ય સ્વાગત ધાનેરા ની જનતાએ કર્યું હતું. આગવા મિજાજ અને સચોટ ર્નિણય થકી જાણીતા યોગીજીને જાેવા માટે આજે ધાનેરા શહેરમાં હજારોની સખ્યાંમાં લોકો આવી પહોંચ્યા હતા. ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક હવાઈ મુસાફરી કર્યા બાદ યોગી આદિત્ય નાથનું હેલિકોપટરમાંથી ઉત્તરાયણ થયા બાદ ધાનેરા થરાદ રોડ પર યોગીજી ભારે સુરક્ષા સાથે આવી પહોંચ્યા હતા. યોગી આદિત્ય નાથ બુલડોઝર બાબા તરીકે પણ જાણીતા બન્યા છે. ધાનેરા વિધાન સભાના ઉમેદવાર ભગવાનભાઈ પટેલ સાથે પૂર્વ સાંસદ હરીભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સાથે જિલ્લા પ્રમુખ ગુમાનસિહ સહિતના આગેવાનો એ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીનું બહુમાન કર્યું હતું. ગુજરાત રાજ્યની અસ્મિતા અને તેની વિવિધતાની વાત કરતા યોગીજીએ ગુજરાતના મહાપુરુષોને યાદ કર્યા હતા. રાષ્ટ્રિય પિતા મહાત્મા ગાંધી લોખંડી પુરૂષ સરદાર પટેલની ભુમીને વંદન કરી ભગવાનભાઈ પટેલને જીત અપાવવા માટે આજે પૂરા જુસ્સા સાથે હાકલ કરી હતી. આ પ્રસંગે યોગી આદિત્યનાથ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસને મુસ્લિમ તુસ્ટિકરણ કરનારી પાર્ટી ગણાવી છે, તેમને જણાવ્યું કે, જાે કોંગ્રેસ હોત તો હજુ સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ ના થયું હોત, જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ હટાવવાનો એતિહાસિક ર્નિણય ભાજપ જેવી નીડર અને નિર્ભિક રાષ્ટ્રવાદી નેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે.આ ઉપરાંત તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતાં જણાવ્યું કે, આપ પાર્ટીએ દેશની સુરક્ષા માટે ઘાતક છે, તેઓ સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવી દેશનાં ઝાબાંજ સૈનિકોની વીરતા પર પ્રશ્નાર્થ લગાવે છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ગુજરાતની ભાજપ સરકાર, ગુજરાતી મહાપુરુષોના ભરપેટ વખાણ કર્યા, તો સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યશેલીના વખાણ કરતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીના વિઝનને લીધે જ આ ય્ ૨૦ દેશોનું પ્રતિનિધીત્વ કરવાની તક ભારતને મળી છે. તેમજ આજે ભારત વિશ્વની પાંચમી સહુથી મોટી અર્થવ્યવસ્થા પણ બન્યું છે. યોગી આદિત્યનાથે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પર ખુબજ આકરા પ્રહારો કર્યા,તેમણે જણાવ્યું કે,કોંગ્રેસ અને આપ પાર્ટીને માત્ર વોટબેન્કની જ ચિંતા છે,તેમણે દેશની સુરક્ષા કરનાર જવાનોની વીરતા પર પણ સવાલો ઉઠાવ્યા છે.તેથી આવા રાષ્ટ્રવિરોધી તત્વોને જાકારો આપવો જાેઈએ,તેવા વેધક વાકપ્રહારો યોગી આદિત્યનાથે કર્યા હતા.

એક સમય હતો જ્યારે કોંગ્રેસનાં રાજમાં ગુજરાતમાં ગુંડાઓ, અસામાજિક તત્વો,માફિયાઓનું રાજ હતું, છાસવારે કરફ્યુ લાગી જતું. ધંધા રોજગાર ઠપ્પ થઈ જતા હતા, લોકો ડર અને ભયમાં અસુરક્ષિત જીવન જીવવા મજબુર હતા, પરંતુ આજે ગુજરાતમાં ૨૭ વર્ષોથી ભાજપનું રાજ છે, અને બધા ગુંડા,માફિયાઓ જેલના સળિયા પાછળ નાખી ગુજરાતમાં સુખ, શાંતિ, સલામતી સાથે કાયદાનું રાજ છે. ૨૦ – ૨૫ વર્ષનાં જુવાનિયાઓએ તો કરફ્યુ કેવો હોય તેનો કદી અનુભવ પણ નથી કરવો પડ્યો. તેથી આજે ભાજપનાં રાજમાં ગુજરાતનો આખા વિશ્વમાં ડંકો વાગે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.