લોકો આશુતોષ રાણાને નફરત કરવા લાગ્યા હતા, પ્રશંસકો પત્ર લખી આક્રોશ ઠાલવતા.

ફિલ્મી દુનિયા

બોલિવૂડમાં પોતાની અભિનયથી દરેકનું દિલ જીતનારા આશુતોષ રાણાનો આજે જન્મદિવસ છે. આશુતોષ અદભૂત વિલનની ભૂમિકા નિભાવવા માટે પ્રખ્યાત છે. એક વખત તેણે ફિલ્મ ‘દુશ્મન’ માં સીરિયલ રેપિસ્ટની ભૂમિકા નિભાવી હતી, ત્યારબાદ તેને દર્શકો ખરેખર નફરત કરતા થઇ ગયા હતા. પોતાના પાત્રમાં આશુતોષ એટલા છવાયા કે લોકો એ ભૂલી ગયા કે તેઓ તો માત્ર પાત્ર ભજવી રહ્યા છે. એ સમયે આશુતોષ રાણા પર અઢળક પત્રો મોકલવામાં આવ્યા. આ તમામ પત્રોમાં આશુતોષને ખુબ ખરૂ ખોટુ સંભળાવવામાં આવ્યુ. આશુતોષ રાણાએ 1995 માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પહેલીવાર ટેલિ-સીરિયલ ‘સ્વાભિમાન’ માં દેખાયો હતો, પરંતુ તેમને તેની વાસ્તવિક ઓળખ 1998 ની ફિલ્મ ‘દુશ્મન’ થી મળી. આ ફિલ્મ પછી તેણે ફિલ્મ ‘લજ્જા’માં શંકરની ભૂમિકા ભજવી હતી જે ઉત્તમ હતી. તે જ સમયે, તે ફિલ્મ ‘સંઘર્ષ’ માં જોવા મળ્યો હતો. આ બંને ફિલ્મો માટે આશુતોષ રાણાને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આશુતોષ રાણા એકવાર મહેશ ભટ્ટને પગે લાગ્યો ત્યારે ભટ્ટ ખુબજ નારાજ થયા હતા. કારણ કે તેઓ પગે લાગનારાને ધિક્કારતા હતા. જો કે પાછળથી આશુતોષે પરંપરાની વાત કરી તો મહેશ ભટ્ટ માની ગયા ત્યાર બાદ જ્યારે મહેશ ભટ્ટને આશુતોષ મળે ચરણ સ્પર્શ જરૂરથી કરે. આશુતોષે કહ્યુ હતુ કે ‘મને વડીલોનો આદર કરવાનું શીખવવામાં આવ્યું છે, હું મારી આદત છોડી શકતો નથી’. આ સાંભળીને મહેશ ભટ્ટે તેને ભેટી પડ્યા અને ટીવી સીરિયલ ‘સ્વાભિમાન’ માં તેમને પહેલી નેગેટીવ ભૂમિકા આપી. અભિનેત્રી રેણુકા શહાણે સાથે આશુતોષે લગ્ન કર્યા છે. આ દિગ્ગજ કલાકારને જન્મદિવસની ખુબ જ શુભેચ્છાઓ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.