પાલનપુર ખાતે અનુ.જાતિ સામાજિક સંબાદ યોજાયો, કોંગ્રેસ દલિતોને વોટ બેંક માને છે : ગૌતમ ગેડિયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ની ચૂંટણીને લઈને ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે પાલનપુર ખાતે ભાજપ દ્વારા અનુસૂચિત જાતિનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અનુ.મોરચાના પ્રમુખ ગૌતમ ભાઈ ગેડિયાએ દલિતોને વોટ બેંક સમજતી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા દશ વર્ષમા ભારતને નવી દિશા આપી છે. તેમને ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે દરેક કાર્યકર કમર કસી રહ્યો છે. બનાસકાંઠાને શિક્ષિત મહિલા ઉમેદવાર મળ્યા છે. જે એક કમળ બનાસકાંઠાને તા.૭ ના રોજ મતદાન કરી નરેન્દ્રભાઈને દિલ્હી મોકલવાના છે.

જ્યારે અનુસૂચિત જાતિના પ્રદેશ અદયક્ષ ગૌતમ ગેડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ગૌતમ ગેડીયાએ સભાને સંબોધનતા જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ સુધી કોંગ્રેસ એવુ કહે છે કે, દલિતો અમારી વોર્ટ બેન્ક છે, એના વોટ તો અમારા ખીસામાં પાડ્‌યા છે. કોંગ્રેસ એવું પણ કહે છે કે, બહુ લાબું જવાની જરૂર નથી, મતદાનના આગલા દિવસે જઈશું અને પાનસેર (૫૦૦ ગ્રામ) ચવાણું અને ઓલુ આપીશું તો આ લોકો મત આપી દેશે. આ પ્રસંગે જીલ્લા અનુસુચિત મોરચાના અધ્યક્ષ અશ્વિનભાઈ સકસેના, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી, જીલ્લા ભાજપ મંત્રી દક્ષાબેન સોલંકી તથા નગર પાલિકાના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાનો અને શુભેચ્છકો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.