આ લોકસભાની ચૂંટણી એ વિકાસની સાથે આપણા આવનારા ભવિષ્યની ચૂંટણી છે : અલ્પેશ ઠાકોર

પાટણ
પાટણ

ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમથૅન માસરસ્વતીના ભાટસણ ખાતે અલ્પેશ ઠાકોર ની જાહેર સભા યોજાઈ…

સરસ્વતી તાલુકાના ભાટસણ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી ના સમથૅન મા ચૂંટણી પ્રચાર માટે ભાજપ સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર ની ઉપસ્થિતિમાં શનિવારે જાહેર સભા યોજાઈ હતી.જાહેર સભાને સંબોધિત કરતાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી ભારતીય જનતા પાર્ટીની રાજનીતિના કાર્યો ગણાવી સાતમી તારીખે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

લોકસભા ચૂંટણીનું 7 મી તારીખે મતદાન થવાનું છે. ત્યારે પાટણ જિલ્લામાં ચૂંટણી માહોલ બરાબર જામી રહ્યો છે. ચુટણી સભાઓ અને બેઠકોનો દોર શરૂ થયો છે ત્યારે શનિવારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટટણ ગામે પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીની ચૂંટણી પ્રચારની જાહેર સભામાં ઉપસ્થિત અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે ચૂંટણી લક્ષી કોઈ મુદ્દા જ નથી માટે અલગ અલગ વાતો કરી રહ્યું છે. કોગ્રેસના રાજમાં ગુજરાતમાં છાશ વારે કોમીહુલ્લડો થતા હતા. કોંગ્રેસ પાર્ટી એ ભારતને લૂંટવા સિવાય કંઈ કામ કર્યું નથી. આ લોકસભાની ચૂંટણી મારી તમારી નથી આ ચૂંટણી આપણા આવનારા ભવિષ્યની ચૂંટણી છે.

આ ચૂંટણી વિકાસની ચૂંટણી છે.કોંગ્રેસનું કામ હોબાળા કરવાનું છે: આવનારો યુગ મોદી યુગ છે. ત્યારે દરેકે દરેક લોકોએ નરેન્દ્ર મોદીને જીતાડવાનું નક્કી કર્યું છે. દસ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે લોકોની સુખાકારી વધારી છે તેનો હિસાબ લઈને પ્રજા સમક્ષ આવ્યા છીએ. ક્ષત્રિય સમાજના વિરોધ અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિરોધ માત્ર એક નેતા  સામે જ છે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પ્રત્યે આ સમાજને ખૂબ સન્માન છે. દરેક સમાજના લોકો નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે. ગુજરાતની જનતાએ ભૂતકાળનું ભ્રષ્ટ શાસન અણધડ વહીવટ અને તોફાનો વાળું ગુજરાત જોયું છે. નરેન્દ્ર મોદીના શાસનનો દેશ અનેક ઊંચાઈઓ સર કરી રહ્યો છે.

કોંગ્રેસમાં જોડાયા બાદ માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જ હું થાકી ગયો એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. નરેન્દ્ર મોદી એક યુગપુરું છે માટે હજારો કોંગ્રેસ આગેવાનો કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે હું તો એ સમયે એક બાળક હતો એમ જણાવી ભાજપના ભરતસિંહ ડાભીને પાંચ લાખથી વધુ મત ની લીડથી વિજય બનાવવા આહવાન કર્યું હતું. સરસ્વતીના ભાટસણ મુકામે યોજાયેલી  આ વિશાળ જંગી જાહેર સભામાં પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી, કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત,જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને આજુ બાજુ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.