પાટણના સિનિયર સિટીઝને પોતાના નિવાસ સ્થાને મતદાન કરી અન્યોને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી

પાટણ
પાટણ

પ્રજાપતિ પરિવારના સીનીયર સીટીઝનની મતદાન માટેની પ્રેરણા ને સૌએ સરાહનીય લેખાવી અભિનંદન પાઠવ્યા..

આગામી લોકસભાની ચૂંટણીમાં પાટણ વિધાનસભા મત ક્ષેત્રના તમામ મતદારો 100 એ 100 ટકા મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી એવમ કલેક્ટર અરવિંદ વિજયન સહિત સમગ્ર ચુંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં છે.

ત્યારે ભારતીય નાગરિક તરીકે લોકશાહી ના આ પવિત્ર પર્વમાં સહભાગી બનવા પાટણ પ્રજાપતિ સમાજના 86 વર્ષીય ઉમર ધરાવતા સિનિયર સિટિઝન જીવણલાલ મગનલાલ પ્રજાપતિ રહે. ઉત્સવ નગર સોસાયટી, ટેલીફોન એક્સચેન્જ રોડ પાટણ વાળા એ પણ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી પોતાના નિવાસ સ્થાને ચુંટણી લક્ષી ફરજ સાથે સંકળાયેલા કમૅચારીઓની ઉપસ્થિત મા મતદાન કરી મતદાન એજ મહા દાનની યુક્તિ ને સાથૅક કરી આજની યુવા પેઢી સહિત તમામ મતદારોને મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડતા જીવણલાલ મગનલાલ પ્રજાપતિ ને  લોકશાહી ના પવૅ મા સહભાગી બનવા બદલ સૌએ અભિનંદન પાઠવી સિનિયર સિટીઝન તરીકે મતદાન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.