પાટણ શહેરમાં પાણી પ્રશ્ને પાલિકા ગજવતા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકર

પાટણ
પાટણ

કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ પાલિકાના સત્તાધિશો વિરુદ્ધ સૂત્રોચાર કરી ચીફ ઓફિસરને આવેદન પત્ર સુપ્રત કર્યુ

શહેરમાં પાણીના પ્રશ્નનું નિરાકરણ નહિ આવે તો  ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચિમકી

પાટણ નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષથી વેરા વધારામાં બમણો વેરા વધારો કરવામાં આવ્યો છે તેની સામે પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નિવડ્યું હોય તેમશહેરીજનો અનેક પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવા પામી હોય ત્યારે પાટણ ના શહેરીજનોને નિયમિત પાણી આપવા બાબતે શુક્રવારના રોજ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ નગરપાલિકા  કેમ્પસ ખાતે નગરપાલિકાના સત્તાધિશો વિરુદ્ધ સૂત્રોચાર કરી ચીફ ઓફિસર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

શહેરીજનોને નિયમિતપણે પાણી મળી રહે તેવી માંગ સાથે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કરાયેલા આવેદનપત્રના કાર્યક્રમ માં શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ નગરપાલિકાના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા સહિત અન્ય કોર્પોરેટરો અને કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકા કેમ્પસ ખાતે  નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે સૂત્રોચ્ચાર કરી પાટણ શહેરમાં વેરામા બમણો વધારો ઝિંકાયો છે ત્યારે મધ્યમ વર્ગના પાટણના નગરજનોની હાલત કફોડી બની જવા પામી છે.

પાટણ નગરપાલિકા દ્વારા વેરામાં બમણો વધારો કરીને પણ પાટણના નગરજનોને કોઈ પણ પ્રકારની પ્રાથમિક સગવડ આપવામાં પાલિકા સદંતર નિષ્ફળ નિવડી છે.તો પાટણ શહેરના ગુણવત્તા પંપીંગ સ્ટેશન, ગાયત્રી મંદિર પંપીંગ સ્ટેશન અને શ્રમજીવી સોસાયટી તરફના સિદ્ધહેમ પમ્પિંગ સ્ટેશન દ્વારા છેલ્લા ત્રણ દિવસ થી પીવાનું પાણી પ્રજાજનોને મળી રહ્યું નથી.તો આ વિસ્તારમાં પાણી મામલે યોગ્ય વ્યવસ્થા પણ પાલિકા દ્વારા કરવામાં આવી નથી જેના કારણે આ વિસ્તારના નગરજનો પરેશાન બન્યા છે છતાં પાટણ નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ના કરતા  પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ નગરપાલિકા ના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી આગામી દિવસોમાં સત્વરે પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.