નશાના ધુતમાં સવારી કરતા ડ્રાઇવરો પર રોક ક્યારે..!!!!

પાટણ
પાટણ

રાધનપુરના મોટી પીપળી પાસે લક્ઝરી બસ અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોચ્યા તો…નશાની હાલતમાં લક્ઝરી બસનો ડ્રાઈવર જણાઈ આવ્યો,લક્ઝરી મૂકીને નાસી છૂટ્યો

પાટણ જિલ્લામાં અવર નવાર અકસ્માત ની ઘટનાઓ બની રહી છે.ત્યારે ફરી વધુ એક અકસ્માત ની ઘટના રાધનપુર નાં મોટી પીપળી ગામનાં પાટીયા નજીક બની હતી.રાધનપુર તાલુકાના મોટી પીપળી પાસે લક્ઝરી બસ અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.નેશનલ હાઇવે 27 પર રાધનપુર વારાહી હાઇવે પર જઈ રહેલ લક્ઝરી બસના ડ્રાઈવરે નશાની ધૂતમાં હોય સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલ પિકઅપ ડાલા ને ધારદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ રાધનપુર તરફ થી વારાહી નેશનલ હાઇવે પર જઈ રહેલ પિકઅપ ડાલા ને લક્ઝરી બસે પાછળ થી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. રાધનપુર વારાહી હાઇવે પર ઘટના બની હતી.જે રાધનપુર હાઇવે પર આવેલ મોટી પીપળી ગામ પાસે લક્ઝરી બસ ડ્રાઈવર નશાની હાલતમાં હોઈ સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલ પિકઅપ ગાડીને ટક્કર મારતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સમયે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા ત્યારે સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું કે લક્ઝરી બસ ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને લોકોને જોઈ નાસી છૂટ્યો હતો.

અકસ્માત ની વિગત વાર વાત કરવામાં આવે તો રાધનપુર વારાહી હાઇવે પર મોટી પીપળી ગામ નજીક બનેલ ઘટનામાં લક્ઝરી બસની ટક્કર વાગતા પિકઅપ ગાડી પલટી ખાઈ  રોડની નીચે ઉતરી ગઈ હતી જેમાં સવાર  લોકોને નાના મોટી ઈજાઓ પણ પહોચી હતી.અને લક્ઝરી ડ્રાઈવર ને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી..જોકે સદનસીબે જાનહાની ટળી હતી.પરંતુ નશાની હાલતમાં લક્ઝરી બસનો ડ્રાઈવર જણાઈ આવ્યો હોવાની લોકમુખે ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે ચોક્કસ  પણે આવા ડ્રાઇવરો પર રોક ક્યારે લગાવવામાં આવશે તેવા અનેક સવાલો લોક મૂકે ચર્ચાય રહ્યા છે.અને  આ ઘટના ને પગલે સ્થાનિક પોલીસ દ્વારા આવા નશાની હાલતમાં ધૂત લક્ઝરી ડ્રાઇવર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ વગેરે સવાલો ઘટના સ્થળે લોક મુખે ચર્ચાઈ રહ્યા હતા.

અકસ્માત ની ઘટનામાં બને વાહન ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.અને કોઈ મોટીદુર્ઘટના સર્જાઈ નથી જેને લઇને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.અને જાનહાનિ ટળી છે.પરંતુ ઘટનામાં ખાનગી લકઝરી બસના ડ્રાઈવર આ રીતે નશાની હાલતમાં હોય નાસી છૂટ્યો હોય ત્યારે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ તે લોક મૂકે ચર્ચાય રહ્યું છે.લક્ઝરી બસ અને પિકઅપ ગાડી માં ડ્રાઇવર ચાલકનો આબાદ બચાવ થયો છે અને સામાન્ય ઈજાઓ પહોંચતા રાહત નાં સમાચાર મળ્યા હતા.

ઘટના સ્થળે દોડી આવેલ લોકોના જણાવ્યા અનુસાર ખાનગી લકઝરી નો ડ્રાઈવર નશાની હાલતમાં જણાઈ આવ્યો હતો. ત્યારે હાઇવે પર વાહનોમાં ડ્રાઈવર નશાની હાલતમાં જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે.સદનસીબે જોકે,લક્ઝરી બસમાં કોઈ મુસાફરો સવાર નહોતા જેને લઇને રાહત નાં સમાચાર સામે આવ્યા છે.પરંતુ નશાની હાલતમાં લક્ઝરી બસનો ડ્રાઈવર ચોક્કસ જણાઈ આવ્યો છે.ત્યારે આવા સમયે જો મુસાફરો સવાર હોત અને કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ..!! વગેરે સવાલો પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે.તેમજ આવા નશાના ધુતમાં સવારી કરતા ડ્રાઇવરો પર રોક લગાવવા જોઈએ તેવું લોકો જણાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.