ડીસા ભીલડી હાઈવે પર રખડતાં પશુઓનો ત્રાસ વધ્યો | હાઇવે પર દિનપ્રતિદિન રખડતા પશુઓની સંખ્યામાં વધારો

બનાસકાંઠા
બનાસકાંઠા

હાઇવે ઓથોરિટી અને કોન્ટેક્ટ કંપની ના આંખ આડા કાન વાહન ચાલકો ને હાઇવે પર ચાલવું પણ જોખમી

છાશવારે રખડતા પશુઓના કારણે અકસ્માત ના બનતા બનાવો | અનેક લોકો એ જીવ પણ ગુમાવ્યા: ડીસા ભીલડી નેશનલ હાઈવે 27 ઉપર ડીસા ચાર રસ્તા થી કુંપટ,માલગઢ,વડાવળ,લોરવાડા તેમજ ભીલડી સુધી રખડતા ઢોરો નો ત્રાસ વધતા વાહન ચાલકોને હાઇવે પર ચાલવું પણ જોખમી બની રહ્યું છે હાઇવે ઉપર રખડતા ઢોરોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે અનેક નિર્દોષ લોકો રખડતા પશુઓના ભોગ પણ બની રહ્યા છે તો ક્યારેક વાહનો અડફેટે આવતા પશુઓનો પણ ભોગ બની રહ્યા છે ત્યારે ખરેખર જો નેશનલ હાઈવે ઉપર ચાલતા વાહન ચાલકો ટોલ ટેક્ષ ભરતા હોય અને આવા રખડતા ઢોરોને કારણે વાહન ચાલકોના ના જીવ જોખમમાં મુકાય તેના માટે જવાબદાર કોણ….?

તંત્ર દ્વારા આવા રખડતા ઢોરોને પકડી. ગૌશાળાઓ મો કે બીજી કોઈ અન્ય જગ્યાએ જેવી કે ગામનું જાહેર ગૌચરમાં ખસેડવામાં આવે તો આવી સમશ્યા નું નિરાકરણ તાકીદે લાવી શકાય…! નહિતર કેટલાક નિર્દોષ પશુઓ તેમજ નાગરિકો આવી રીતે મોતને ભેટતા રહેશે દિવસ અને રાત્રે દરમિયાન હાઇવે ઉપર રખડતા ઢોરોનો અડીંગો જોવા મળી રહ્યો છે હાઇવે ઓથોરિટી ની સિક્યુરિટી વાન  હાઈવે પર ફરતી હોવા છતાં તેઓને રખડતા પશુઓ દેખાતા નથી કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે તેવા સવાલો પણ પ્રજાજનો કરી રહ્યા છે.

હાઈવે પર રખડતાં ઢોરને લઈ અનેક વાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય: ડીસા ભીલડી હાઈવે ઉપર દિવસેને દિવસે રખડતા ઢોરો નો ત્રાસ વધી રહ્યો છે જેને લઇ અનેક વાર મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ને પેટનું પાણી પણ હલતું નથી.

ડીસા ભીલડી હાઈવે પર અકસ્માતમાં નિર્દોષ લોકો નો ભોગ લેવાતા જવાબદારી કોની?: હાઇવે પર રખડતા પશુઓ ના કારણે અવારનવાર નિર્દોષ લોકો અકસ્માતમાં ભોગ બની રહ્યા છે ત્યારે જવાબદારી કોની ? હાઇવે ઓથોરિટી દ્વારા મસમોટો ટોલટેક્સ વાહનો પાસેથી વસૂલવામાં આવે છે તેમ છતાં હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટ કંપની નિષ્ક્રીયતાને લઈને નિર્દોષ વાહનચાલકો ભોગ બની રહ્યા છે.

હાઇવે પર  રખડતા ઢોરોનો ત્રાસથી મુક્તિ મળશે ખરા? : નેશનલ હાઇવે ઉપર રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે પ્રજાજનોમાં પણ અનેક સવાલો કરી રહ્યા છે કે આગામી સમયમાં હાઇવે ઉપરથી રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ મળશે કે પછી આ જ રીતે રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહેશે.

હાઇવે ઉપર છોડી મુકતા ઢોર માલિકોને સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ: આ અંગે કેટલાક લોકોએ કહ્યું હતું કે હાઇવે ઉપર દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે  જેમાં કેટલાક ઢોર માલિકો પોતાના ઢોરોને હાઇવે ઉપર છોડી મૂકતા હોય છે ત્યારે આવા ઢોર માલિકો સામે પણ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી જોઇએ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.