દાંતીવાડામાં તસ્કરો બે ખોફ ઃ બે મહિનામાં કોલોનીમાં ચોરીની આઠ ઘટનાઓ

રખેવાળ ન્યુઝ દાંતીવાડા : દાંતીવાડા કોલોનીમાં આવેલ સીપુ વસાહતમાં ગત રાત્રીના સમયમાં એક અંધ-શિક્ષક અને અન્ય ડેમ-ખાતાના બે કર્મચારીઓની ગેરહાજરીમાં પોતાના મકાનમાં તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપી લાખ્ખોના દાગીના ઉઠાંતરી કરી હતી. કોલોનીમાં બે મહિના અગાઉ પાંચ મકાનોને તાળા તૂટ્યા હતા. જે બાબતમાં ભોગબનનાર એક પણ વ્યક્તિ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં નોહતી. આવી જેના લીધે ચોરોએ ફરી પોલીસના ખોફ વગર ચોરીને અંજામ આપ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દાંતીવાડા તાલુકાના સિપુવસાહત ખાતે બી /૫/૧ નંબરના નીચેના માળના મકાનમાં રહેતા જાદવ મહીપતસિંહ વખતસિંહ મૂળ બોરસદ તાલુકાના સરોલ ગામના વતની છે જેઓ સિપુવસાહતમાંજ આવેલ સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેઓ ગુરુવારની સાંજના સમયે પોતાની પત્નીને ડીસા ખાતે હોસ્પિટલ લઇ ગયા હતા અને તેમને રાત્રીના સમયમાં એડમિટ કરવામાં આવ્યા હતા જેના કારણે તેઓ ડીસા હોસ્પિટલમાં હતા અને રાત્રે તેમના મકાનની પાછળના ભાગમાં આવેલ સંડાસની લાકડાની બારીને તોડી તસ્કરોએ તેમના ઘરમાંથી અલગ અલગ સોના ચાંદીના ૧,૭૫,૦૦૦/- ની કિંમતના દાગીનાની ચોરી કરી હતી અને જયારે સવાર પડી ત્યારે આજુબાજુના લોકોએ બારી તૂટેલી જોતા તેમને ફોન ઉપર વાત કરતા તેઓ આવ્યા હતા અને જોયું તો પોતાના મકાનમાં પડેલા બધાજ દાગિનાનની ચોરી થઇ ગઈ હતી અને તેઓ ચૌધારા આંસુઓએ રડી પડ્‌યા હતા તેમના પાડોસીઓએ તેમની વેદનાને સાંત્વના આપી હતી અને તેમની સાથે રહીને દાંતીવાડા પોલીસ મથકે ગુનાની ફરિયાદ નોંધાવી હતી. અને જયારે અન્ય બે ડેમ ખાતાના કર્મચારીઓ કે જેમને સામાજિક પ્રસન્ગોમાં જવાનું થતા મકાન ઉપર રાત્રે કોઈ ના હતું  તેમના ઘરોમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો આમ બે-ખૌફ બનેલા તસ્કરોએ ટોટલ ત્રણ બંધ મકાનોને પોતાનો ટાર્ગેટ બનાવી ચોરીના ગુનાને અંજામ આપ્યું હતું.
બે મહિના અગાઉ કોલોનીમાં આવેલા તૃપ્તીનગરમાં ચાર બંધ  મકાનોને અને કોલોનીમાં આવેલ એક દુકાનને ટાર્ગેટ કરી તસ્કરોએ નાનો-મોટો  હાથ ફેરો કર્યો હતો જેમાં પણ ત્રણ શિક્ષકોના મકાન હોવાની વિગતો બહાર આવી હતી. અને ભોગબનનાર મકાનમાલિકોમાંથી એક પણ વ્યક્તિ પોલીસમાં એફાયર લખાવવા સામે નહોતું આવ્યું અને ગત રાત્રીના સમયમાં પોલીસથી બેખોફ બનેલા  તસ્કરોએ વધુ એક શિક્ષક અને અન્ય સરકારી બે કર્મચારીઓના મકાનને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપ્યો છે જે ઘટના બાદ કોલોનીમાં રહેતા શિક્ષકો અને અન્ય કર્મચારીઓ તસ્કરોના ડરથી મુંજવણમાં મુકાયા છે.આમ બે મહિનામાં આઠ મકાનોને તાળા તૂટતાં સ્થાનિકો પણ વધતી ચોરીથી ચિંતિત થઇ રહ્યા છે અને ચોરોને ઝડપી પાડવા માંગ કરી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.