વડગામ તાલુકાના મેમદપુર નજીક જીપને ટ્રેકટર ટકરાયું : મુસાફરો ઘવાયા

વડગામ તાલુકાના મેમદપુર નજીક સલેમકોટ તરફ જઈ રહેલ પેસેન્જર કમાન્ડર જીપ (નંબર- જીજે૦૭એચ ૩૬૭૨) ને મુખ્ય માર્ગની ખોટી સાઈડે નેળીયામાંથી રસ્તો ક્રોસ કરતા ટ્રેકટરના ચાલકે ધડાકાભેર ટક્કર મારતાં કમાન્ડર જીપમાં સવાર પેસેન્જરોને નાની,મોટી ઈજાઓ થતાં ઈજાગ્રસ્તોને વડગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેમાં બે વ્યક્તિ ઓની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર રીફર કરાયા હોવાનું વડગામ રેફરલ હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતું. 
 
ઈજાગ્રસ્તો
કમુબેન મણાભાઈ રાવળ-સલેમકોટ 
સીતાબેન બાબરભાઈ દેસાઈ- નિઝામપુરા 
મુજાહિદ અસરફભાઈ ચૌધરી -કરશનપુરા
જશવંતભાઇ ધમાઁભાઈ પરમાર- નિઝામપુરા 
રંજનબેન ધમાઁભાઈ પરમાર- નિઝામપુરા 
મેહુલભાઈ,પ્રવિણજી ઠાકોર-સલેમકોટ
 
                                                                                                                                                                                            તસ્વીર :  પુષ્કર ગોસ્વામી
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.