ભાભર તાલુકાના સનેસડાથી દેવ કાપડી જતા રસ્તા ઉપરથી વિદેશી દારૂ ઝડપાયો

 ભાભર તાલુકાના સનેસડાથી દેવ કાપડી જતા રસ્તા ઉપરથી વિદેશી દારૂ ઝડપાયો
 
તા.પ્રતિ.    ભાભર 
ભાભર પોલીસે બાતમી આધારે સનેસડા દેવ કાપડી જતાં રસ્તા ઉપરથી પસાર થતી એક ઈકો કારને ઝડપી પાડી તેમાંથી વિદેશી દારૂ બિયરટીન નંગ ૩૬૦ અને ગાડી મળી રૂ.ર.૩૬ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે. પી.એસ.આઈ. રાણે અને સ્ટાફને મળેલ બાતમી આધારે ભાભર તાલુકાના સનેસડા દેવકાપડી જતાં રસ્તા ઉપર નાકાબંધી કરતા ત્યાંથી પસાર થતી ઈકો કારણ નં.આર.જે. ૦૧.આર.યુ.૩૬રપ ને રોકાવતા ગાડી ચાલક આરોપી ગાડી મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તલાસી લેતાં ગાડીમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન નંગ - ૩૬૦ (કિ.રૂ.૩૬૦૦૦) તથા ગાડી (કિં.રૂ.ર,૦૦,૦૦૦) મળી કુલ ર.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ફરાર આરોપી સામે ગુનો નોંધ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.