સોનુ સૂદ પાસે છોકરાએ માંગી PS૪ ગેમ, અભિનેતાએ આપ્યા પુસ્તકો
મુંબઈ,
કોરોના વાયરસ માહામારીના કારણે લાૅકડાઉન દરમિયાન બાૅલીવુડ એક્ટર સોનુ સૂદે હજારો પ્રવાસી મજૂરો અને કારીગરોને તેમના ઘરે મોકલ્યા છે. તેને પ્રવાસીઓ માટે બસોથી લઇને ખાવા અને રહેવાની સગવડ પણ કરી હતી. તેને કોરોના વાૅરિયર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે પીપીઇ કિટનુ પણ દાન કર્યુ હતુ. લાૅકડાઉનમાં સોનુ સૂદ લોકોની મદદ કરીને લોકો માટે મસીહા બની છે, ત્યારે તેની પાસે એક છોકરા તરફથી એક ખાસ ડિમાન્ડ આવી છે. સોનુ સૂદ ટ્વીટર પર ખુબ એક્ટિવ છે, દરરોજના મદદ માટે તેની પાસે સેંકડોની સંખ્યામાં મેસેજ આવે છે. જેમાંથી કેટલાક ગંભીર, કેટલાક હલ્કા તો વળી કેટલાક મજેદાર હોય છે.
તાજેતરમાં જ સોનુ સૂદ પાસે એક છોકરાને પીએસ૪ ગેમની ડિમાન્ડ કરી છે, અને એક્ટરે આના પર પ્રતિક્રિયા આપીને લોકોનુ દિલ જીતી લીધુ છે. એક ૧૦માં ધોરણના વિદ્યાર્થીએ સોનુ સૂદને ટેગ કરતા લખ્યુ- પ્લીઝ સર, શું તમે પીએસ૪ ગેમ અપાવી શકો છો, મારી સાથેના છોકરાઓ ગેમ રમીને એન્જાૅય કરી રહ્યાં છે. અભિનેતાએ છોકરાની રિક્વેસ્ટને રિજેક્ટ કર્યા વિના તેને કેટલાક પુસ્તકો મોલવા – તેને ટ્વીટ કરીને રિપ્લાય કર્યુ-
જાે તારી પાસે પીએસ૪ ગેમ ના હોય તો તે આવશે, થોડાક પુસ્તકો લે અને વાંચો. હું તારા માટે આ કરી શકુ છું. ટ્વીટર પર સોનુ સૂદે આના રિપ્લાય પર લોકો જબરદસ્ત રિએક્શન્સ આપી રહ્યાં છે. આના પર એક્ટર કરણવીર બોહરાએ પણ રિસ્પાૅન્સ આપતા હાહાહા, જબરદસ્ત જવાબ. નોંધનીય છે કે, અભિનેતાએ પ્રવાસી રોજગાર નામનુ એક પોર્ટલની પણ શરૂઆત કરી છે. જેના માધ્યમથી મજૂરો અને યોગ્ય રીતે રોજગાર માટે જરૂરી માહિતીઓ મળી રહે, અને સાથે સાથે રોજગાર માટે મદદ કરવામાં પણ આવે.