કોરોના રસી નહીં લેનાર નોવાક જાેકોવિચ યુએસ ઓપનમાંથી બહાર

Sports
Sports

નવીદિલ્હી, સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જાેચોવિચે કોરોના રસી નહીં લીધી હોવાથી વધુ એક વખત મોટી ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. વેક્સિન નહીં લેનાર જાેકોવિચ યુએસ ઓપનમાં રમી નહીં શકે. અગાઉ ચાલુ વર્ષે કોરોના રસી નહીં લીધી હોવાથી તેને ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ રમવા મળ્યું નહતું.

જ્યારે હવે વેક્સિનના મુદ્દે જ જાેકોવિચ અમેરિકા મુસાફરી નહીં કરી શકે. જાેકોવિચે યુએસ ઓપનના ડ્રો જાહેર થવાની ગણતરીના કલાકો અગાઉ ટ્‌વીટ કરીને જણાવ્યું કે, અફસોસ હું આ વર્ષે યુએસ ઓપન માટે ન્યૂયોર્કનો પ્રવાસ નહીં ખેડી શકું. હું સકારાત્મક રહીશ અને આગામી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની રાહ જાેઈશ. સોમવારથી યુએસ ઓપનનો પ્રારંભ થશે. ૩૫ વર્ષીય જાેકોવિચ તેની ટેનિસ કારકિર્દીમાં ૨૧ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યો છે અને તે મેન્સ ખેલાડીમાં રાફેલ નડાલથી એક ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ પાછળ છે.

જાેકોવિચ છ વખત યુએસ ઓપનમાં રનર અપ રહ્યો છે. ગત વર્ષે જાેકોવિચના એક જ વર્ષમાં ચાર ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાનું સપનું દાનિલ મેડ્‌વેદેવ ફાઈનલમાં તોડ્યું હતું. જાેકોવિચ ૨૦૧૧, ૨૦૧૫ અને ૨૦૧૮માં યુએસ ઓપન ચેમ્પિયન રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.