પાટણ જિલ્લાના ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી મહેસાણા પાસે થી ઝડપાયો

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં આવેલા સાંતલપુર ખાતે ચોરીને અંજામ આપી છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મહેસાણા પેરોલ ફ્લો ટીમે બાતમી આધારે મોઢેરા ચોકડી પાસેથી ઝડપી લીધો હતો.મહેસાણા પેરોલ ફર્લો ટીમના એ.એસ.આઈ નરેન્દ્રસિંહ અને હે.કો રશમેન્દ્ર સિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે પાટણ જિલ્લામાં આવેલા સાંતલપુર ખાતે ઘરફોડ ચોરી કેસને અંજામ આપી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી ભટ્ટી અકબર હારુન ભાઈ રહે મહેસાણા લશ્કરી કુવા રાધનપુર રોડ વાળો,મહેસાણાના મોઢેરા ચોકડી ખાતે ઉભો હોવાની જાણ પોલીસને થતા પોલીસે સ્થળ પર જય આરોપીને કોર્ડન કરી દબોચી લીધો હતો.સમગ્ર કેસમાં ઝડપાયેલા આરોપીનો ગુન્હો વેરીફાઈ કરી મુજબ અટક કરી મહેસાણા બી ડિવિઝન પોલીસમાં નોંધ કરવી વધુ તપાસ માટે સાતલપુર પોલીસને સોંપવામાં તજવીજ આદરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.