સિદ્ધપુરના સેન્દ્રાણા ગામે પહોંચી સંકલ યાત્રા ગ્રામજનોએ વિવિધ યોજનાઓનો લાભ લીધો

પાટણ
પાટણ

દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતિ અને લાભો પહોંચાડવા દેશભરમાં 15મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેન્દ્રાણા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં લોકોએ ભાગ લઈને વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લીધો હતો. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉજ્જવલા યોજના, ડાયાબિટીસ બીપી અને ટીવી સ્ક્રિનિંગ ઉપરાંત આયુષ્યમાન ભારત કાર્ડના સાથે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ના લાભાર્થીઓએ લાભ લીધો હતો.


મિલેટ્સ અંગે ગામમાં જાગૃતતા લાવવા માટે આઈસીડીએસ વિભાગ દ્વારા મિલેટ્સનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો. સરકારની વિવિધ શાખાઓની કલ્યાણકારી યોજનાઓ વિશે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન માહિતી આપવામાં હતી. ઉપરાંત પોષણ અભિયાન, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિકારીઓ,સંગઠનના આગેવાનો, ગામના આગેવાનો સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.