જય શાહ ફરી એશિયન ક્રિકેટ કાઉન્સિલ અધ્યક્ષ બન્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ તરીકે ફરી ચૂંટાયા છે. તેમનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. બુધવારે મળેલી ACCની એન્યુઅલ જનરલ મીટિંગમાં જય શાહનો કાર્યકાળ સર્વાનુમતે એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.

ઈન્ડોનેશિયાના બાલીમાં ગઈકાલે એટલે કે મંગળવારથી ACCની વાર્ષિક સામાન્ય સભા શરૂ થઈ હતી, જે આજે સમાપ્ત થઈ હતી. બેઠક 2 દિવસની હતી. જય શાહે 2021માં બાંગ્લાદેશના નઝમુલ હસનની જગ્યાએ આ પદ સંભાળ્યું હતું.

આ બેઠકમાં એશિયા કપના આગામી સ્થળ અંગે પણ નિર્ણય લેવામાં આવશે. હવે એશિયા કપ 2025માં યોજાશે જે T20 ફોર્મેટમાં યોજાનાર છે. યુએઈ અને ઓમાન ટુર્નામેન્ટની યજમાનીની રેસમાં છે. 2023 એશિયા કપનું આયોજન પાકિસ્તાન દ્વારા શ્રીલંકા અને પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું, જે ભારતે જીત્યું હતું.

UAE અને ઓમાનને એશિયા કપની યજમાની મેળવવામાં બીજી સમસ્યા છે. માત્ર સંપૂર્ણ સભ્ય એશિયન બોર્ડને જ ટુર્નામેન્ટના હોસ્ટિંગ રાઇટ્સ મળે છે અને બંને દેશો સહયોગી રાષ્ટ્રો છે. જોકે ટુર્નામેન્ટ 2018 અને 2022 દરમિયાન UAEમાં રમાઈ હતી, ત્યારે ભારત અને શ્રીલંકાને હોસ્ટિંગનો અધિકાર હતો. આવી સ્થિતિમાં, હોસ્ટિંગ રાઇટ્સ ફક્ત સંપૂર્ણ સભ્ય બોર્ડ પાસે જ રહેશે.

ACCની સ્થાપના 1983માં થઈ હતી. આ સંસ્થાનો ઉદ્દેશ્ય એશિયામાં ક્રિકેટની રમતનો વિકાસ કરવાનો છે. તેને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા માન્યતા આપવામાં આવી છે. હાલમાં 25 દેશો ACCના સભ્ય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.