પુરષોત્તમ રૂપાલાએ કરેલી જાતિવિષયક ટિપ્પણીનો રોષ બહુચરાજીમાં ક્ષત્રિય સમાજે રેલી સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

મહેસાણા
મહેસાણા

રૂપાલાના વિરોધમાં બહુચરાજીમાં ક્ષત્રિય સમાજે રેલી સાથે સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ કરેલી જાતિવિષયક ટિપ્પણીનો રોષ હજુ ઠર્યો નથી. જેના પડઘા ગુજરાતભરમાં પડ્યાં છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા યાત્રાધામ બહુચરાજી ખાતે બસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.

વધુમાં ક્ષત્રિઓએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતું કે, રૂપાલાએ કરેલા અસભ્ય રોટી-બેટીનું નિવેદન જે અમારાં સ્વાભિમાન પર આંગળી ચીંધાઈ છે. જયારે સ્વમાનની વાતમાં સમાધાન હોય જ નહીં જેથી રૂપાલાની ટિકિટ રદ કરવા જણાવ્યું હતું. રેલીમાં ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.