મુક્તેશ્વર ડેમની વિધિ ઘાટ પર ગંદકી ખદબદી ઊઠતાં મહંતની ઉપવાસ પર બેસવાની ચીમકી

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામના મુક્તેશ્વરમાં હજારો લોકો માતૃ તર્પણ કરવા આવતા હોય છે પરંતુ ત્યાં ગંદકી થતા મંદિરના મહંત દ્વારા અનેકવાર તંત્રને જન કરવામાં આવતા કોઈ સાફ સફાઈ કરવામા ન આવતા મહંતે ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ​​​​​​મુક્તેશ્વરમાં ભારતભરમાંથી માતૃ તર્પણ વિધિ કરવા માટે આવતા શ્રદ્ધાળુઓને અગવડતા ન પડે તે માટે થઈ સરકાર દ્વારા લાખોના ખર્ચે વિધિ ઘાટ બનાવવામાં આવેલ હતો.

પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે આ કુંડ ગંદકીમાં ઘરકાવ થઈ ગયો છે જેને લઇ ચામુંડા માતાજીના મંદિરના મહંત મધુરગીરીએ જણાવ્યું હતું કે, તાત્કાલિક આ કુંડની સફાઈ કરવામાં નહીં આવે તેમજ તેમાં નવા નીર નાખવામાં નહીં આવે તો સિંચાઈ વિભાગ ઓફિસની બહાર જ અમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે. ડેમની ફરતે બનાવેલ વીજ પોલ પણ રાત્રિના સમયે ચાલુ ન કરાતા સમગ્ર વિસ્તાર અંધારપટમાં છવાઈ જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.