ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીત્યો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારીને સિલ્વર મેડલ મેળવ્યો છે.બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમા રમાયેલી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 8 વિકેટમાં 161 રન કર્યા હતા.ત્યારે તેના જવાબમાં ભારતીય ટીમે 19.3 ઓવરમાં 152 રન બનાવી શકી હતી.આમ 162 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરીને 22ના સ્કોર પર પોતાના બંને ઓપનર્સ શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની વિકેટ ગુમાવી દીધી.ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમાહ રોડ્રિગ્સએ ત્રીજી વિકેટમા 96 રનની ભાગીદારી કરીને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી.આ દરમિયાન હરમનપ્રીત કૌરે વર્ષનો બેસ્ટ સ્કોર કર્યો છે.આમ સતત વિકેટ જવાના કારણે ભારતીય ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી.જેમાં સ્પિનર એશલે ગાર્ડનરે 16 રન આપી 3 વિકેટ લીધી. આ સિવાય મેગન શૂટે 2 અને ડાર્સી બ્રાઉન અને જેન જોનાસને 1-1 વિકેટ લીધી હતી.