સોયાબીનથી કેન્સરનું જાેખમ વધી જાય છે

સંજીવની
સંજીવની

જે લોકો પોતાની જાતને વેગાન ગણાવે છે તેઓ ડેરીના ઉત્પાદકનો વાપરતા નથી. ગાયના કે ભેંસના દૂધને બદલે તેઓ સોયાબીનનું દૂધ વાપરે છે. સોયાબીનમાં પ્રોટિન વધુ માત્રામાં હોવાથી કેટલાક લોકો ઘઉંનો લોટમાં સોયાબીનનો લોટ ભેળવીને ખાય છે. સરકાર દ્વારા બાળકોને પૌષ્ટિક ખોરાક આપવા માટે પણ સોયાબીનનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક વિજ્ઞાનીઓ દ્વારા એવું સંશોધન કરવામાં આવ્યું હતું કે સોયાબીનથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનો ફેલાવો ઘટી જાય છે, પણ ન્યુ યોર્કના મેમોરિયલ સ્લોન કેટ્ટરીંગ કેન્સર સેન્ટરના વિજ્ઞાનીઓ કહે છે કે સોયાબીન આહારમાં લેવાથી કેન્સરનું જાેખમ વધી જાય છે. આહારમાં સોયાબીન લેવાથી કેન્સરના કોષોનો ફેલાવો ઝડપી બને છે.
ચીનના લોકો સોયાબીન ખાવાને બદલે મસૂર જેવા ઠોળ ખાતા હતા, કારણ કે તેમને ખબર હતી કે તેમાં કુદરતી ટોક્સિન હોય છે, જેને એન્ટિ ન્યુટ્રિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સોયાબીનમાં કેટલાક કેમિકલ્સ હોય છે, જે પ્રોટિનનું પાચન કરતાં ઉત્સેચકોની પ્રવૃત્તિને રોકે છે. આ કેમિકલ્સ એક જાતનાં પ્રોટિન્સ હોય છે, જેમનું રાંધવા છતાં વિઘટન થતું નથી. તેને કારણે પ્રોટિનનું પાચન નબળું પડે છે, પેટ ખરાબ થાયછે અને શરીર દ્વારા અમાઈનો એસિડન શોષણમાં અંતરાય ઉભો થાય છે. કેટલાંક પ્રાણીઓ પરના પ્રયોગો દરમિયાન તેમને જ્યારે સોયાબીન યુક્ત આહાર આપવામાં આવ્યો ત્યારે તેમનું પેન્ક્રિયાસ ફૂલી ગયું હતું. અને તેમાં કેન્સરજનક કોષોની હાજરી પણ જાેવા મળી હતી.
ન્યુ યોર્કના મેમોરિયલ સ્લોન કેટ્ટરિંગ કેન્સર સેન્ટરના વિજ્ઞાનીઓ દ્વારા મહિલાઓના બે જૂથો પાડવામાં આવ્યા હતા. એક જૂથને એક મહિના સુધી સોયાબીન યુક્ત આહાર આપવામાં આવ્યો હતો, જ્યારે બીજા જૂથને સોયાબીન વગરનો આહાર આપવામાં આવ્યો હતો. તેમણે જાેયું કે સોયાબીન લેનારી મહિલાઓના કોષોમાં કેન્સરની વૃદ્ધિને પ્રોત્સાહન આપતાં જિન્સ વધુ સક્રિય થઈ ગયા હતાં.
અમેરિકાના વિજ્ઞાનીઓ દ્વારા ભૂતકાળમાં સંશોધન કરવામાં આવ્યું હતું કે સોયાબીનથી બ્રેસ્ટ કેન્સરમાં ફાયદો થાય છે. તેને કારણે કરોડો અમેરિકનો હેલ્થ ફૂડ તરીકે સોયાબીન તરફ વળ્યા હતા. છેક ઈ.સ.૧૯૯૬ની સાલમાં સંશોધકો દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું કે સોયાબીન લેનારી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી જાય છે. કાયલા ટી.ડેનિયલ નામના લેખકે તો પુસ્તક લખીને સોયાબીનના ભયસ્થાનો બાબતમાં ચેતવણી આપી હતી. જે મહિલાઓ દૈનિક પ૧ ગ્રામ જેટલું સોયામિલ્ક વાપરતી હતી તેમને બ્રેસ્ટ કેન્સરનું જાેખમ વધી ગયું હતું. જે વેગાન લોકો ગાયનું કે ભેસનું દૂધ વાપરતા નથી તેઓ દિવસમાં ચાર કપ જેટલું સોયામિલ્ક પીએ છે, તેમને કેન્સરનું જાેખમ વધી જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.