ખરેખર વધારે સ્વસ્થ શું હોવું જાેઈએ ?

સંજીવની
સંજીવની

આજના વિજ્ઞાનયુગના મોટા ભાગના દરેક માનવીઓ પહેલાના માણસો કરતાં અનેક ગણા વધુ પ્રગતીશીલ છે.વધુ બુધ્ધિશાળી છે, એટલું જ નહીં આજના જમાનાના બાળકો તેમના વડીલો કરતાં પણ વધુ ચબરાક છે, વધુ ક્રિયેટીવ છે આમાંના અનેક પુરા સમજણા થતા સુધીમાં તે હેલ્થ કોન્સીયસ એટલે કે શારીરિક સ્વાસ્થ્ય અંગે સજાગ થઈ જાય છે અને એટલે જ કેટલાય યુવાનો રોજ જીમનેઝીયમો વ્યાયામશાળામાં જતાથઈ ગયા છે.સીનેમાના હીરો, હીરોઈનોની જેમ શારિરિક સ્વાસ્થ્ય જાળવવાના શકય તેટલા પ્રયત્નો કરે છે.ડાયેટ કંટ્રોલકરે છે, સવાર સાંજ બ્રશ કરે છે સ્નાન કરે છે માર્કેટમાં ઉપલબ્ધ સૌ પોતાના ગજવાને પોસાય તેવા સારા સુગંધી સાબુ વાપરે છે.સ્વચ્છ કપડાઓ પહેરે છે આમ દરેક પોતાના શરીરને સાચવે છે.બહેનો-ગૃહિણીઓ ઘરને સ્વચ્છ રાખવા ઝાડુ, પોતા, ફીનાઈલ, સાબુ,એરફ્રેશનરનો ઉપયોગ કરે છે એવી જ રીતે દરેક માણસો પોતાની ઓફિસ સારી રાખવા માણસ રોકે છે.ટેબલ ખુરશી, ફર્શ,કબાટો, ફોન, કોમ્પ્યુટર વિ.પર લાગતી ધુળથી બચાવવા કવર લગાવડાવે છે.ધુળ સાફ કરાવે છે દરેક પોતાના વાહનોને સાફ કરાવે છે,ધોવડાવે છે, સમયાંતરે સર્વિસમાં મોકલે છે એક કન્ડીશનર કોમ્પ્યુટર તથા અન્ય મશીનોની જાળવણી માટે સારી કંપનીઓને યરલી મેન્ટનનસનો કોન્ટ્રાકટ આપે છે.
શંુ આ દરેક નાની મોટી બાબતોની ચર્ચા કરવી જરૂરી છે ? અત્યારે આ બધી વાતો કરવાનો શું અર્થ છે ? હજી થોડી વાતો વિશે વિચારીએ..જાે કદાચ આ અંગેનું સાચું કારણ તમને મળી જાય.
ઘર બાહર જતી વખતે સારા દેખાવા પાવડર, ક્રીમનો ઉપયોગ આજે સામાન્ય થઈ ગયો છે અને સાથે કોઈ સારી સુગંધ ફેલાવનાર ડીયોડ્રન્ટ કે પરફયુમ. જે કાંઈ શકય હોય તે બધું કરી પોતે જેવા છે તેના કરતાં અનેકગણા વધુ સારા,સ્માર્ટ દેખાવાનો પ્રયત્ન કરે છે તે સારૂં છે પણ આ તો થયો માત્ર બાહ્ય દેખાવ, જે હકીકતથી જોજનો દૂર છે.
તમે જ તમારી જાતને એક સવાલ કરો કે બાહ્ય રીતે હું જેટલો સારો દેખાઉં છું, શું અંદરથી મનથી,વિચારોથી પણ એટલો જ સારો છું.
હું જેટલો બાહ્યરીતે સ્વસ્થ દેખાવ કરૂં છું એટલો જ શું હું આંતરિક રીતે સ્વસ્થ છું ?
ખરેખર વધારે સ્વસ્થ શું હોવું જાેઈએ ? તન કે મન ? બંનેવની સ્વસ્થતા પોતપોતાની જગ્યાએ જરૂરી છે પણ માનસિક સ્વસ્થતા બહુ ઉપયોગી જરૂરી છે.કેમ કે બાહ્ય સ્વસ્થતા એ નથી આપી શકતી જે આંતરીક સ્વસથતા આપી શકે છે.જાેમન સ્વસ્થ હશે તો શાંતિને શોધવા જવાની જરૂર નહીં પડે.આપણા વડવાઓ જે વાતો કહી ગયા છે શીખ આપી ગયા છે કે ‘મન ચંગા તો કથરોટ મેં ગંગા’ આવા દરેક સુવાકયો અર્થસભર હોય છે તેને સમજવાનો પ્રયત્ન જ સફળતા તરફ દોરી જાય છે.ઘર,ઓફિસ કે આસપાસનું વાતાવરણ સારૂં કરવા સૌ પ્રથમ દરેક વ્યકિતએ પોતે સારા એટલે કે હકારાત્મક પોઝીટીવ થવાની જરૂર છે.પોઝીટીવીટી આવ્યા પછી જ દરેક વ્યક્તિઓના વિચારો સારા થઈ શકે, ભાવનાઓ સારી જાગી શકે, મન સાચી દિશામાં આગળ વધી શકે અને દરેક સારી વાતોને સહેલાઈથી સ્વીકારી શકે.જરૂર પડયે પોઝીટીવીટી લાવવા માટે સેલ્ફ હીપ્નોટીઝમ કે હીપ્નોથેરાપીનો સહારો લઈ પોતાનામાં દરેક પોઝીટીવ ચેન્જીસ લાવી શકાય છે જે ખૂબ સરળ છે.
આપણે જાેઈએ છીએ કે મોટાભાગના માણસો પોતાની જાતને કપડાને,ઘરને, ઓફિસને તો ઠીક બુટને પણ ચકચકીત રાખતા હોય છે.કેટલાય લોકોના મનમાં એક યા બીજા પ્રકારનો મેલ ભર્યો હોય છે જેવો કે બીજાની પ્રગતિથી જલન,વ્યવસાયિક સામાજીક કે ધાર્મિક કાર્યોમાં મળતી સફળતા, વિકાસ કે કૌટુંબિક સારા સંબંધોની અદેખાઈ તો કયારેક પાયા વિહોણી વાતો ઉપજાવી,બીજાને પોતાના કરતાં નબળા દેખાડવાનો પ્રયાસ વિગેરે થકી દરેક માણસોની માનસિકતાનો ખ્યાલ આવે છે.
કોઈપણ વ્યક્તિનું મન આવી બધી જાતજાતની નકારાત્મકતા નેગીટીવીટીથી નકારાત્મક વલણથી ભારોભાર ભરેલું હોય, આંતરીક સુખશાંતિનો અભાવ હોય તેવા સંજાેગોમાં બાહ્ય ચમકદમક નકામી છે. કેમ કે સાચી શાંતી-સાચું સુખ માત્ર મનથી અનુભવી શકાય છે.માટે જ મન સાફ હોવું, શાંત હોવું,નિષ્પાપ હોવું ખુબ જ
જરૂરી છે.
આપણે બધા જાણીએ છીએ કે દરેક વસ્તુઓની સફાઈ માટે જાતજાતની દેશી વિદેશી સામગ્રીઓ ઉપલબ્ધ છે પણ મનને સાફ કરવા તેમાં પેસી ગયેલી ખોટી ખરાબ, નકામી,બીનજરૂરી બાબતો દૂર કેવી રીતે કરવી ? એની માહિતીઓ મેળવવા યોગ્ય પ્રયત્નો નથી થતા અથવા આ બાબત પ્રત્યે હજી જાેઈએ તેવી સજાગતા કદાચ નથી આવી અને કદાચ એટલે જ આ બાબતો અંગે વિચારવાની ફુરસદ નથી જેમને ખબર છે તે લોકો ઘણી વાર પોતાના ઘમંડને પોષવા હકીકતોનો અસ્વીકાર કરે છે અને લાફો મારી પોતાનો ગાલ લાલ કરે છે.
આ તબક્કે જાે અમુક સામાન્ય બાબતો જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરશો તો તમારી મેેળે તમને એનો અમલ કરવાનું મન થશે.કેમ કે આતરમન પાસે અનેક સુષુપ્ત શક્તિઓનો મોટો ભંડાર છે.જેના થકી દરેક માણસ પોતાનો માનસિક શારીરિક અને આધ્યાત્મિક વિકાસ કરી શકે છે.આપણે જાેઈએ છીે કે આજ સુધીમાં દુનિયાભરમાં જે કાંઈપણ શોધખોળો થઈ છે તે બધી જ માનવમનને આભારી છે.માનવમનની ઉપજ છે તેમ છતાં આપણે મનની સાચી શક્તિઓ વિશે જાણવાનો કે સમજવાનો પ્રયત્ન નથી કરતા.
અગાઉ જણાવ્યું તેમ દરેક માણસ સેલ્ફ હીપ્નોટીઝમ એટલે કે સ્વ.સંમોહન શીખીને અથવા હિપ્નોથેરાપી દ્વારા અપાતી સીટીંગ્સ લઈને પોતાની માનસિક શક્તિઓનો વધુ સારો ઉપયોગ કરીને જીવનમાં આગળ વધી શકે છે.સેલ્ફ હીપ્નોટીઝમ શીખવા માટે કોઈ ભણતરની ડીગ્રીઓની જરૂર નથી હોતી તમે જે ભાષામાં આ જ્ઞાન મેળવવા ઈચ્છતા હોય તે ભાષાનું તમને જ્ઞાન હોવું જરૂરી છે જે ભાષા શબ્દો તમે સારી રીતે સમજી શકતા હોય, આ વિષયમાં આગળ વધવાની,કંઈક નવું જાણવાની,સમજવાની અને અનુભવવાની તમારી ઈચ્છા હોય તો બધું જ સહેલું છે. શકય છે દરેકની આવી ઈચ્છાઓને ફળીભૂત કરવા મુંબઈની સંસ્થા ‘સિકસ્થ સેન્સ રીસર્ચ એસો.એન્ડ હોલીસ્ટીક મેડીસીન (રજી.)પ્રયત્નશીલ છે. તમારી સાથે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.