ઈડર : પોશીનામાં જૈન દેરાસરની દાનપેટી તોડી તસ્કરો રૂ.75 હજાર રોકડ ચોરી ગયા

સાબરકાંઠા
સાબરકાંઠા

ઈડરના પોશીનામાં જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા: સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના પોશીનામાં આવેલ જૈન દેરાસરમાં રાત્રી દરમિયાન તસ્કરોએ ત્રાટકીને એક કલાકમાં બે દાનપેટીઓ તોડી તેમાંથી રોકડ રૂ. 75 હજારની ચોરી કરી લઇ જતા જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે જાદર પોલીસ સ્ટેશનમાં ભગવતસિંહ સજ્જનસિંહ કુંપાવતે નોંધાવેલ ફરિયાદ મુજબ અજાણ્યા તસ્કરોએ 19મેની રાત્રીના એક થી બે વાગ્યાના સમયે પોશીના ગામે આવેલ પાશ્વનાથ મૂર્તિપૂજક જૈન દેરાસરમાં આગળનો પ્રવેશવાનો લોખંડના જાળીના દરવાજાને મારેલ તાળાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કરી દેરાસરમાં આવેલ લાકડાનો તથા પતરાનો ભંડારો(દાનપેટી)જેના પણ બંને નકુચા તથા તાળું તોડી ઓફિસમાં રહેલ બક્ષિશની પેટીનું પણ તાળું તોડી ભંડારા (દાનપેટી) માં રહેલા આશરે રૂ 70,000 તથા બક્ષિશ પેટીમાં રહેલા આશરે રૂ 5000 મળી કૂલ રૂ 75,000 ની મત્તાની ચોરી કરી લઇ ગયેલ છે. જેને લઈને જાદર પોલીસે અજાણ્યા ચોર ઇસમો સામે ચોરીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.