પાટણમાં ગૌશાળા હોસ્પિટલના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું

પાટણ
પાટણ

પાટણમાં ગૌશાળા હોસ્પિટલના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન બ્રીજરાજદાન ગઢવી, ગીતાબેન રબારી સહિતના કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી.પાટણના અનાવાડામાં હરિઓમ ગૌશાળા હોસ્પિટલના લાભાર્થે શનિવારે રાત્રે શહેરના અંબાજી નેળિયામાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં “એક શામ ગૌ માતા કે નામ’ અંતર્ગત ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાકાર બ્રીજરાજદાન ગઢવી, કિંજલબેન દવે, ગીતાબેન રબારી સહિતના કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. જેમાં રૂપિયાનો વરસાદ થયો હતો. કલાકારોએ ઉપસ્થિત લોકોને મોજ કરાવી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમ કે પછી અન્ય પ્રસંગોમાં વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવે છે, પરંતુ પાટણ સ્થિત અનાવાડ રોડ ખાતે આવેલી હરિઓમ ગૌશાળા(ગૌહોસ્પિટલ)ની બીમાર ગૌમાતા અને ગોવંશના લાભાર્થે શહેરના અંબાજી નેળિયામાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકડાયરો “એક શામ ગૌ માતા કે નામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા નામાંકિત કલાકારો બ્રીજરાજદાન ગઢવી, કિંજલબેન દવે, ગીતાબેન રબારી સહિતના કલાકારોએ ભજન અને ગીતો લલકારી ઉપસ્થિત જનમેદનનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ડાયરો સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને બીમાર ગૌ માતા અને ગોશાળાના લાભાર્થે પૈસાથી ધારા વહાવી હતી. લોક ડાયરામાં જે આવક થઈ તે અનાવાડામાં હરિઓમ ગૌશાળા હોસ્પિટલમાં ઉપયોગમાં લેવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.