ઉંઝા એપીએમસી દ્વારા નોટબુકો અને ચોપડાઓનું રાહત દરે વિતરણ શરૂ કરાયું

મહેસાણા
મહેસાણા

સારી કવોલિટીના ચોપડા મળે એવો અમારો આશય : એપીએમસી ચેરમેન, એશિયાના સૌથી મોટા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે ઉત્તમ પ્રકારની નોટબુકો અને ચોપડાઓનું રાહત દરે વિતરણ કરવાની સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે. આ વર્ષે ઉઝા તાલુકાની જનતાનો આતુરતાનો અંત આવ્યો હતો. આ વર્ષે પણ ઊંઝા એપીએમસીના ચેરમેન સહિત તેમની ટીમ દ્વારા નોટબુક અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં એપીએમસી ઊંઝા ભોજનાલય ખાતેથી સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી ચોપડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોટબુક ડઝનનો ભાવ ૨૦૦ રૂપિયા અને ચોપડા પ્રતિ ડઝન ૩૦૦ રૂપિયા તથા એ ફોર સાઈઝ ચોપડા લોંગ બુક પ્રતિડઝન ૪૦૦ રૂપિયાના નક્કી કરવામાં આવ્યો છે. જોકે આ વાત વાયુવેગે પ્રસરી જતાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચોપડા અને નોટબુકો લેવા માટે ઉમટી પડ્યા હતા. કારમી મોંઘવારી હોવા છતાં વિધાર્થીઓના ભવિષ્યની ચિંતા કરતા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચોપડા નોટબુકના ભાવમાં ડઝને રૂપિયા ૫૦ નો ઘટાડો કરવામાં આવ્યો છે.

ઉંઝા એપીએમસીના ચેરમેન જણાવ્યું હતું કે, ઊંઝા એપીએમસી ગણી બધી સેવાકીય કામ કરતી હોય છે. ખેડૂતો ને સસ્તા ભાવથી બિયારણ આપવાનું હોય, આરોગ્ય લક્ષી હોય, તાલુકામાં કુપોષિત બાળકો હોય ટીબી પેશન્ટ હોય, શિક્ષણ લક્ષી હોય, બાળકો ને સંસ્થા દ્વારા ચોપડા પૂરું પાડવાનું હોય, સ્માર્ટ ક્લાસ બનાવવાના હોય કોમ્પ્યુટર પૂરું પડવાના હોય. આ વર્ષે ૭ લાખ નોટબુક અને ચોપડા છપાવ્યા છે. એ ૪ સાઇઝના ૫ લાખ, નાની નોટબુક ૧ લાખ, મોડિયમ સાંઈઝના ૧ લાખનું વિતરણ ચાલુ કર્યું છે. સારી ક્વોલિટીના આઇટીસી ક્લાસમેટના ચોપડા બજાર કરતા સસ્તા ભાવે મળે છે. ૫૦ લાખ જેટલી સબસિડીનો ખર્ચ કરવાનો છે. એનું વિતરણ ચાલુ કર્યું. ખુબજ ઉત્સાહ છે લોકોની પડાપડી છે. સારી કવોલિટીના ચોપડા મળે એવો અમારો આશય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.