મેઘરજ : 1 કિમી ચાલીને પાણી લાવવા મજબૂર,તંત્ર દ્વારા ગામડે ગામડે પાણી પહોંચ્યું હોવાના દાવા

અરવલ્લી
અરવલ્લી

1 કિમી ચાલીને પાણી લાવવા મજબૂર: તંત્ર દ્વારા ગામડે ગામડે પાણી પહોંચ્યું હોવાના દાવા થઈ રહ્યા છે. ત્યારે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોના કેટલાક એવા ગામડાઓ છે કે જ્યાં હજુ પાણી પહોંચ્યું નથી. ત્યારે મેઘરજના રામગઢી ગ્રામ પંચાયત હેઠળના ભૂતિયાકુડી ગામે પાણી માટે લોકો દર દર ભટકી રહ્યા છે.

હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે જેના કારણે કુવા તળાવ નદીમાં પાણી સુકાઈ ગયા છે. ત્યારે ઠેર ઠેર પાણી સમસ્યા સામે આવી છે. ત્યારે મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં પણ પાણીને લઈ રહીશો દર દર ભટકી રહ્યા છે. વાત છે મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ભૂતિયાકુડી ગામની આ ગામમાં કુલ 130 મકાનો આવેલા છે. ગામમાં પાણીએ મુખ્ય પ્રશ્ન છે. વાસમો વિભાગ દ્વારા દરેક ઘરે નળ તો ફિટ કરાયા છે. પણ આ નળમાં ગ્રામ પંચાયત અને પા.પૂ વિભાગ દ્વારા પાણી આપવાની કોઈ જોગવાઈ કરાઈ નથી.

કોરોના કાળ દરમિયાન નળ નાખ્યા પછી એક વાર ટેસ્ટિંગ માટે પાણી અપાયું હતું. ત્યારબાદ ત્રણ ત્રણ વર્ષો થયા છતાં આ ગામને તંત્ર દ્વારા પાણી અપાયું નથી. હાલ ગામમાં પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી. ગામથી એક કિલોમીટર દૂર એક સદગ્રહસ્તના બોરમાં થોડું ઘણું પાણી આવે છે. તેમાંથી હાલ એટલું દૂર ચાલીને પાણી લાવવા મજબુર બન્યા છે. મહિલાઓ વૃદ્ધો પરાણે એક બે બેડા પાણી લાવી શકે છે. આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. ત્યારે મૂંઘા પશુઓને પણ પાણી વગર તરસે મરવાનો વારો આવ્યો છે. ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે પણ તંત્ર દ્વારા ગ્રામજનોની વાત ધ્યાને લેવાતી નથી અને જનતા પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહી છે. ત્યારે આ વિસ્તારના લોકોને પાણી અપાય એવી માગ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.