પાટણની ગજાનન સહકારી પેઢીની ચૂંટણીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રારંભ

પાટણ
પાટણ

પાટણના ભદ્ર વિસ્તારમાં આવેલી ગજાનન સહકારી પેઢી લી.ની વ્યવસ્થાપક કમીટીના 11 ડિરેકટરોની આજે રવિવારે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણીનો પ્રારંભ થયો હતો. પ્રક્રિયાની વિસંગતતા મામલે ફોર્મ રદ થયેલ ઉમેદવારો દ્વારા નોમીનીઝ કોર્ટમાં વિવિધ મુદ્દા રજુ કરી ચૂંટણી પ્રક્રિયા સામે મનાઇ હુકમ મેળવવા દાદ માંગી હતી પરંતુ તે દાદ ગ્રાહ્ય ન રહેતા રવિવારે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.


પાટણની ગજાનન સહકારી પેઢી લિ.ની વ્યવસ્થાપક કમીટીના 11 ડિરેકટરોની ચૂંટણી માટે 29માંથી 14 ઉમેદવારોના ફોર્મ રદ કરાતા સભાસદોમાં ભારે હંગામો મચ્યો હતો અને ચૂંટણી યોજવા સામે મનાઇ હુકમ મેળવવા નોમીનીઝ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો જેની સુનાવણી હાથ ધરાયા બાદ દાવો ખારિજ કરાતાં રવિવારે 15 ઉમેદવારો વચ્ચે ચુટણી નો શાંતિ પૂણૅ માહોલમાં પ્રારંભ થયો હતો. જેમાં 3775 જેટલા સભાસદો પોતાનુ મતદાન કરશે.ચૂંટણી સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલ માં ચૂંટણી પક્રિયા ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.