પાટણ એલસીબી ટીમ નો સપાટો : હારીજ- વારાહી પંથક માંથી પાના પત્તિનો જુગાર રમતા ૨૦ ઝડપાયા

પાટણ
પાટણ

પાટણ જિલ્લા પોલીસ વડા ની સુચના આધારે પાટણ એલસીબી પોલીસ ટીમ દ્વારા શહેર અને જિલ્લા ફેલાયેલી અસામાજિક પ્રવૃતિઓને ડામી દેવા હાથ ધરવામાં આવેલ કડક કાર્યવાહી ને લઈને પાટણ શહેર અને જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોમાં ફફડાટ સાથે તત્વો ભૂગૅભ મા ગરકાવ થઈ ગયા હોય તેવી પ્રતિતી લોકો અનુભવી રહ્યા છે. ગતરોજ એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે હારીજ અને વારાહી પંથક માંથી પાના પતિ નો જુગાર રમતા ૨૦ ઇસમોને પાના પતિ નો જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા તો ડેર ગામેથી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે એક બુટલેગર ને પણ ઝડપી લેવામાં સફળતા હાંસલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે પાટણ એલસીબી ટીમ દ્વારા જિલ્લા પોલીસવડા ની અસામાજિક પ્રવૃત્તિ ને ડામી દેવા કરાયેલ સૂચના ને લઈને રાત્રી પેટ્રોલીગ સધન બનાવવામાં આવ્યું છે. ત્યારે ગતરાત્રે એલસીબી ટીમ હારીજ પંથકમાં રાત્રિ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ટીમ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે ખેમાસર તળાવની પાળ પાસે રહેતા ઠાકોર દિનેશજી ગોવાજી પોતાના અંગત ફાયદા માટે પોતાના મકાનમાં બહાર થી માણસો બોલાવી પાના પત્તિનો જુગાર રમાડી રહ્યો છે જે બાતમી આધારે એલસીબી ટીમે ઓચિંતો છાપો મારતા પાના પત્તિ નો જુગાર રમતા ૧૨ ઈસમો રોકડ અને જુગારના સાહિત્ય સાથે આબાદ ઝડપાયા હતા તો વારાહી પંથક માથી પણ ટીમે બાતમીના આધારે સાહિલ રસુલ મલેક ત્યાં રેડ કરી પાના પત્તિ નો જુગાર રમતા ૮ ઈસમોને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ હતી. જયારે પાટણના ડેર ગામેથી ઠાકોર અરવિંદજી ઉર્ફે ટીનાજી ભલાજી ને રૂ. ૬૪૨૪૮ ના દારૂ બિયરના જથ્થા સાથે ઝડપી લઈ આ ધંધામાં સંકળાયેલા ઠાકોર ભરતજી રતનજી ને ઝડપી લેવા ના ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.