ડીસામાં નકલી બિયારણ મામલે મારામારી થઈ, ઘટનાના બાદ વીડિયો વાઈરલ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના ડીસાઃ શહેરમાં આવેલી બિયારણની એક દુકાનમાં નકલી બિયારણ મામલે મારામારી થઈ હતી. જેમાં નકલી બિયારણ પકડવા ગયેલી એજન્સીના સંચાલકો પર દુકાન સંચાલકોએ હુમલો કર્યો હતો અને જાહેરમાં મારામારી કરી હતી. આ ઘટનાના હાજર લોકોએ વીડિયો ઉતાર્યા હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઈરલ થયા હતા.
બિયારણની દુકાનમાં હાજર લોકોએ હુમલો કર્યો હોવાનો હાજર લોકોનો દાવો છે. નકલી બિયારણ બતાવી રહેલા એજન્સીના સંચાલકોને પકડીને માર મારતા વીડિયો હાલ વાઈરલ થયા છે. દુકાનના સંચાલક અને અન્ય લોકોએ ત્રણ એજન્સીના સંચાલકોને માર માર્યા હતા.
તરબૂચ અને ટેટીનું નકલી બિયારણ ઝડપાયા બાદ જાહેરમાં મારામારી થઈ હતી. મારામારીના દ્રશ્યો સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. દુકાનથી લઈને રોડ સુધી મારામારી થઈ હતી. આ મામલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.