માલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલો નાસતો ફરતો આરોપી ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર બી ડિવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમીના આધારે ડી સ્ટાફના માણસોએ બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી માલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા અને એક વર્ષની સજા હોવા છતાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ જેલને હવાલે કર્યો હતો.

આ અંગે બી ડિવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગઈકાલે શુક્રવારે રાત્રે હિંમતનગર બી ડિવીઝનમાં ફરજ બજાવતા ડી સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જસંવતસિંહને બાતમી મળી હતી કે અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશનમાં 138ના ગુનમાં આરોપી ભીખાભાઇ સરદારભાઇ ડામોર (રહે. ભુકાફુતરી, તા. મેઘરજ, જિ.અરવલ્લી)ને માલપુર જ્યુડીશીયલ ફર્સ્ટક્લાસ કોર્ટે એક વર્ષની સજા કરી હતી.

તેમ છતાં ભીખાભાઇ સરદારભાઇ ડામોર નાસતો ફરતો હતો અને સવારે વહેલો હિંમતનગર બસ સ્ટેશન પાસે આવવાનો છે અને તેને આછી પીળા તેમજ કાળી ચોકડીવાળો શર્ટ પહેર્યો છે એવી બાતમી મળી હતી. જેના આધારે તેને કોર્ડન કરી ડી સ્ટાફના માણસોએ તેની પુછપરછ કરતાં ભીખાભાઇ સરદારભાઇ ડામોર હોવાની કબુલાત કરી હતી. જેના આધારે તેની ધરપકડ કરી અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.