માતપુર-બ્રાહ્મણવાડા ખાતે નર્મદા મુખ્ય નહેર ઉંદવહન સિંચાઈનુ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ-લોકાર્પણ

મહેસાણા
મહેસાણા

રાજ્ય સરકાર ગુજરાત જળ સંપતિ વિકાસ નિગમ લિ. દ્વારા બ્રાહ્મણવાડા ગામે સરસ્વતી વિદ્યાલય ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે માતપુરા બ્રાહ્મણવાડા પાઇપલાઇન યોજનાનો અને ઉંઝા નગરપાલિકા ટાઉનહોલનું ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સિંચાઈ યોજના અંતર્ગત ઊંઝા તાલુકાના ૯ તળાવોમાંથી કુલ ૪૪ ગામો આ યોજનાનો લાભ મળશે. ગુજરાત સરકાર દ્વારા નર્મદા નદીના પૂરના વધારાના વહી જતા પાણીમાંથી ૧ મિલિયન એકર ફીટ પાણી ઉત્તર ગુજરાતના મુખ્ય મોટા જળાશયો-નદીઓ અને નહેરોમાં નાંખી જળ સંચય અને ભૂગર્ભ જળ રીચાર્જીંગ કરવા માટે સરકારે નિર્ણય છે. નર્મદા મુખ્ય નહેર આધારિત સુજલામ સુફલામ યોજનાની અલગ અલગ કુલ ૦૬ ઉદવહન સિંચાઈ પાઈપ લાઈન યોજનાઓ દ્વારા ઉત્તર ગુજરાતના પાણીથી વંચિત વિસ્તારોમાં જળસંચય અને ભૂગર્ભ જળ રિચાર્જને લગતી મુખ્ય કામગીરી ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગરમી બહુ છે છતાં અહીં બેઠા છીએ મોટું કામ થયુ છે તેનો આનંદ છે. તમારું કશું કામ બાકી નહી રહેવા દઇએ. કામ કરવાની પદ્ધતિ અને વિકાસની રાજનીતિ નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને દેખાડી છે. ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ કરાવી ભારતનું ગૌરવ વધાર્યું છે. રાજ્યમાં વરસાદ ખેંચાયો છે જેને લઇ વીજળી આઠ કલાકથી વધારીને ૧૦ ક્લાક સુધીની કરી છે. અમૃત સરોવર અંતર્ગત દરેક જિલ્લામાં ૭૫ તળાવ બન્યા છે. પર્યાવરણનો વિચાર કરવો પડશે. સરકાર હમેંશા ખેડુતો સાથે રહી છે. ૧૦૦ માંથી ૧૦૦ લોકોને નરેન્દ્રભાઈમાં ભરોસો છે. તેમના નેતૃત્ત્વમાં આપડે અમૃત કાળમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. આપડે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવીએ. વિકાસ માટે જે ટાઉનહોલ. ટાઉનહોલ ઉઝા નગરપાલિકાની ટર્મ બદલાતી હોય એટલે પ્રમુખ બદલાઈ જાય. આખી ટીમ બદલાઈ જાય. થોડી ઉતાવળ કરી આજે સ્પેશિયલ ટાઈમ ફાળવ્યો છે.

આ ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, પૂર્વે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ, જિલ્લા સાંસદ શારદાબેન પટેલ, ઊંઝા, મહેસાણા , કડી, ખેરાલુના ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, ઉઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ, ઉનાવા એપીએમસીના ચેરમેન જયેશભાઈ પટેલ, મહેસાણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરીભાઈ સહિત હોદેદારો, ભાજપનાં હોદેદારો, જિલ્લાનું વહીવટી તંત્ર સહિત સિંચાઇ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, ખેડુતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ આભારવિધિ હરીભાઈ પટેલ કરી હતી.ખોરસમ-માતપુર પાઈપલાઈન યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં નર્મદા મુખ્ય નહેરની સાંકળ ૩ર૬.૪૦ કિ.મી પાસે મોજે ખોરસમ, તા-ચાણસ્મા મુકામે બનાવેલ તળાવ ઈનલેટમાં પાણીનો સંગ્રહ કરી, ૩૦૦ કયુસેક વહનક્ષમતા ધરાવતી ૨૩૫૦ મીટર વ્યાસની ૨૫.૭૧ કી.મી. લંબાઈમાં પાણી વહેવડાવી માતપુર ખાતે બનાવેલ તળાવ આઉટલેટ દ્વારા સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ સાકળ -૨૩૪.૦૦ કિ.મીમાં પાણી નાંખી, પાઈપલાઈનની બન્ને તરફે ૩.૦૦ કી.મી. ત્રિજયામાં આવતા કુલ-૩૬ તળાવોના જોડાણ ધ્વારા સિંચાઈની પૂરક સુવિધા વર્ષ-૨૦૦૭ થી ઉભી કરાયેલ છે. જે ખેડૂતો માટે ખૂબ ઉપકારક સાબિત થયેલ છે. બીજા તબક્કામાં આ હયાત માતપુર-બ્રાહ્મણવાડા પાઈપ લાઈનને માતપુરથી આગળ લંબાવીને માતપુર તળાવ પાસે પંપીંગ સ્ટેશન બંનાવીને ઉંઝા તાલુકાનાં બ્રાહ્મણવાડાગામ સુધી કુલ ૧૪.૭૦ કિ.મી પાઈપલાઈન દ્વારા ધરોઈ બ્રાંચ કેનાલ નંબર ૪ અને ૫ માં પાણી નાખી ઉઝા અને પાટણ તાલુકાનાં ધરોઈ કમાન્ડ વિસ્તારના ૨૪૭૦ એકર જમીનમાં પૂરક સિંચાઈ માટેની કામગીરી પૂર્ણ થયેલ છે. યોજનાની ટેન્ડર કીમત રૂપિયા ૬૭.૭૯ કરોડ છે. મુખ્ય પાઈપ લાઈનની બન્ને બાજુએ ૩.૦૦ કી.મી.ની મર્યાદામાં આવતા કુલ-૯ તળાવો ને જુ જુદી ચેઈનેજ પર થી જોડાણ આપી કુલ ૧૧.૭૦ કિ.મીની ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન નેટવર્ક દ્વારા પાણી ભરી આપી, ૧૨૩૫ એકર જમીનને પુરક સિંચાઈ ની સુવિધાથી ભુગર્ભ જળ રીચાર્જ થશે. માતપુર ખાતેના પંપીગ સ્ટેશન દ્વારા ૫૦ કયુસેકસ પાણી ૧૨૧૬ મીમી વ્યાસ ની ૧૪.૭૦ કી.મી. ની એમ.એસ.પાઈપલાઈન મારફતે ૫૭ મીટર ઉંચાઈ સુધી ઉદ્દવહન કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.