કડીના રાજપુર હાઇવે ઉપર ટ્રકમાં આગ લાગતા અફડા તફડી મચી

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના રાજપુર હાઇવે ઉપર અચાનક જ ચાલુ ટ્રકમાં આગ લાગતા દોડમદોડ મચી જવા પામી હતી. ટ્રકના કેબીનમાં અચાનક જ આગ લાગવાની ઘટના બનતા ટ્રક ડ્રાઇવરએ પોતાની ટ્રક સાઈડમાં કરી હતી અને પોતે ટ્રકના નીચે ઉતરી ગયા હતા. પરંતુ આ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્યાં કેબિન બળીને ખાખ થઈ ગયું હતું.મહેસાણા નંદાસણ હાઇવે ઉપર છત્રાલ તરફથી સિમેન્ટના બ્લોક ભરીને એક ટ્રક નંદાસણ મહેસાણા તરફ જઈ રહી હતી. જે દરમિયાન મહેસાણા નંદાસણ હાઇવે ઉપર આવેલા કડી તાલુકાના રાજપુર પાટિયા પાસે પહોંચતા અચાનક જ ચાલુ ટ્રકના કેબિનમાં આગ લાગવાની ઘટના બનતા ડ્રાઇવરે સુઝબુઝથી પોતાની ટ્રક રોડની સાઈડમાં ઊભી રાખીને પોતે ઉતરી ગયો હતો. સદનસીબે મોટી જાનહાની થઈ ન હતી. અચાનક જ ચાલુ ટ્રકમાં અગમ્ય કારણોસર ભળભળ આગ લાગતા લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.


કડી તાલુકાના રાજપુર પાટિયા પાસે હાઇવે ઉપર અચાનક જ ચાલુ ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. જ્યાં ટ્રકની અંદર સિમેન્ટના બ્લોક અને મીની હિટાચી મશીન ભરીને નંદાસણ તરફ જઈ રહેલા ટ્રકમાં આગ લાગવાની ઘટના બનતા આજુબાજુના લોકો ઉભા થઈ ગયા હતા.તેમજ આજુબાજુના કંપનીના લોકો પણ આવી પહોંચ્યા હતા. જ્યાં ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. પરંતુ સમયસર ના આવતા આજુબાજુ હાઈવે ઉપર આવેલી કંપનીમાંથી ફાયરના સાધનો લઈ આવી તેમજ સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. પરંતુ ટ્રકના કેબિનમાં લાગેલા વિકરાળ આગના કારણે કેબીન બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.