ડીસાની ગૌરી સદન સોસાયટીમાં ભર ઉનાળે પાણીના પોકાર

Other
Other

મહિલાઓએ મતદાનનો બહિષ્કાર કરવાની અને પાલિકામાં માટલા ફોડવાની ચીમકી આપી

ડીસાના ભોયણ નજીક આવેલી ગૌરી સદન સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી, ગટર અને રસ્તાની સમસ્યાને લઈને રહીશો હેરાન પરેશાન થઇ રહયા છે. મહિલાઓ પાલિકામાં ધસી આવી હતી અને જો તેઓની સમસ્યા હલ નહીં થાય તો મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ પાલિકામાં આવીને માટલા ફોડવાની પણ ધમકી આપી હતી.

ડીસા શહેરના વોર્ડ નંબર 10 માં રેલવે ફાટક રેલવે લાઈનની પેલી પાર આવેલી ગૌરીસદન સોસાયટી જાણે અળખામણી હોય તેમ છેલ્લા ઘણા સમયથી રહીશો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ ઉપરાંત સોસાયટી સુધી જવાનો રસ્તો તેમજ ગટરની પણ સુવિધાઓ નથી. તમામ લોકો વેરા નિયમિત ભરે છે પરંતુ પાલિકા દ્વારા કોઈ પ્રકારની સુવિધા અપાતી નથી. અગાઉ રેલ્વે નીચેથી લાઈન નાખવાની હોવાથી મંજૂરીની બહાના બતાવતા હતા. પરંતુ લાઈન નખાયાને  ચાર માસ થવા છતાં હજુ સુધી રહીશોને પાણીની સમસ્યા નગરપાલિકા હલ કરી શકી નથી.

જેથી સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી ઘસી આવી હતી તેમજ અધિકારીઓને રજૂઆત કરી જો આગામી સમયમાં તેઓની સમસ્યા હાલ નહીં થાય તો પાલિકા કચેરીમાં આવી માટલા ફોડશે તેવી ધબકી આપી હતી.આ ઉપરાંત ગટર રોડ અને પાણીની સમસ્યાનો હલ નહીં થાય તો લોકસભા ચૂંટણીમાં મતદાનનો પણ બહિષ્કાર કરવાની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.