ભીલડી રેલ્વે સ્ટેશન પરથી ઓડિશાનો ગુમ થયેલો યુવક મળી આવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રેલવે પોલીસ દ્વારા યુવકનું વાલી વારસો સાથે સુખદ મિલન: ભીલડી રેલવે સ્ટેશન વિસ્તારમાં રાધનપુર રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.ડી. કટારાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ મહિલાઓ તથા બાળકો વિરોધના ગુનાઓ શોધી કાઢવા અને બનતા ગુનાઓ અટકાવવા માટે રેલ્વે સ્ટેશન પર ફરજ પર હતી. તે સમય દરમિયાન ભીલડી રેલવે સ્ટેશન ઉપર એક અજાણી વ્યક્તિ ગભરાયેલ હાલતમાં મળી આવેલ. જેથી પોલીસના માણસો દ્વારા પુછપરછ કરતાં વ્યક્તિ નામે નબાકીશોર જુબરાજ શાહુ (ઉ .વર્ષ ૨૫ ધંધો મજુરી રહે-ગામ ઉમેર પોસ્ટ રનમણ તા. જયપટના જી-કાલાહોડી- ઓડીશા) હોવાનું જણાવેલ. જે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હતો ત્યારે પોલીસે ભીલડી રેલ્વે આઉટ પોસ્ટ ખાતે લાવી તેની વધુ પૂછપરછ કરી તેના વાલીવારસોની શોધખોળ કરતાં તેના સગા મામા સાથે જવા માગતો હતો. જેથી તેમના મામા ઓમ પ્રકાશ સહદેવ શાહુ (રહે. ધાનેર પોસ્ટ ચરબહાલ તા.કોકસરા  જીલ્લો કાલાહાંડી ઓડીશા) ને જાણ કરતા તેઓ ભીલડી રેલવે પોલીસ સ્ટેશનમાં ભાણેજને લેવા આવતા આધાર પુરાવા રજૂ કરતાં મળી આવેલ યુવક નબાકિશોર જુબરાજ શાહુ ને રાધનપુર પોલીસે તેના મામાને પરત સોંપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.